અરવલ્લી/ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જલ્દી પહોંચી જાજો નહીં તો મંદિરના દ્વાર વહેલા બંધ થઈ જશે

આગામી બે દિવસ બાદ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ હોવાથી ગુજરાતના મોટા મંદિરોમાં દર્શન તેમજ આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T180136.787 શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જલ્દી પહોંચી જાજો નહીં તો મંદિરના દ્વાર વહેલા બંધ થઈ જશે
  • યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
  • ગ્રહણને લઈ આવતી કાલે શરદ ઉત્સવ ઉજવવામાં આવશે
  • 28 તારીખે પૂર્ણિમા નિમિતે મંદિર દર્શન સમયમાં ફેરફાર

Arvalli News: યાત્રાધામ શામળાજી મંદિરમાં ઋતુ પ્રમાણે વર્ષમાં અનેકવાર શામળાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય ત્યારે પણ યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આવનાર પૂનમના દિવસે તારીખ 28/10/2023 ના રોજ ચંદ્રગ્રહણ હોવાના લીધે યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 આ દિવસે ભગવાન કાળિયા ઠાકરના દર્શનનો સમય ગ્રહણ હોવાના કારણે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો છે. તદુપરાંત 28 ઓક્ટોબરને શનિવારે ગ્રહણ હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 27 ઓક્ટોબર ને શુક્રવારે શરદ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાને લઈને શામળાજી મંદિરમાં દર્શનમાં અને શરદ ઉત્સવ બંનેમાં ફેરફાર કરાયો છે.

શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

  • 28 તારીખે પૂર્ણિમા નિમિતે મંદિર દર્શનના સમયમાં ફેરફાર
  • પૂર્ણિમા દિવસે મંદિર ખુલશે સવારે 6 કલાકે 
  • માંગડા આરતી -6:45, 
  • શણગાર આરતી 8:30 કલાકે 
  • મંદિર બંધ થશે 11:15 કલાકે 
  • મંદિર ખુલશે બપોરે 12 કલાકે
  • મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) 12:45 કલાકે
  • મંદિર ખુલશે બપોરે 2:15 કલાકે
  • સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે
  • શયન આરતી સાંજે 5:45 કલાકે
  • મંદિર બંધ થશે સાંજે 6 કલાકે 
  • ગ્રહણને લઈ ને મંદિર વહેલા બંધ થશે

આ ઉપરાંત સોમનાથ મંદિરમાં મધ્યાહ્ન આરતી બાદ દરેક પૂજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય મંદિરમાં સાયં આરતી, અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા સહિતની તમામ પૂજા બંધ રાખવામાં આવશે. જો કે પરીસરમાં સુંદરકાંડ પાઠ નિયત સમય પ્રમાણે જ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જલ્દી પહોંચી જાજો નહીં તો મંદિરના દ્વાર વહેલા બંધ થઈ જશે


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ