Not Set/ સૌરાષ્ટ્રની સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ રાજકોટ માં બનશે

સૌરાષ્ટ્ર્રભરમાં થી કોઈપણ યુવક કે યુવતી પાયલોટ બનવા ઇચ્છતી તો તેમને અમદાવાદ કે મહેસાણા ની એવિએશન સ્કૂલમાં ટ્રેનિંગ માટે જવું પડે છે.

Gujarat Rajkot
Untitled 165 સૌરાષ્ટ્રની સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ રાજકોટ માં બનશે

સૌરાષ્ટ્ર્ર એ ધીમે  ધીમે વિકસતું જોવા મળી  રહ્યું છે . તેમાં પણ રાજકોટને  સૌરાષ્ટ્રની શાન માનવામાં આવે છે . રાજકોટ દિવસેને દિવસે વિકસતું જોવા મળી રહ્યું છે. જેમાં વધુ એક  સિદ્ધિનો  ઉમેરો કરવામાં આવી રહ્યો છે . અને ગુજરાતની ત્રીજી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ રાજકોટમાં આગામી છથી આઠ મહિનામાં શરૂ થઈ જશે. રાજકોટ એરપોર્ટ નું નિરીક્ષણ કરવા માટે આજે ઇન્ફિનલાય એવિએશન લિમિટેડ અમદાવાદના કેપ્ટન આવ્યા હતા અને એરપોર્ટ ડિરેકટર દિગન્ત બોરાહ તેમજ એ ટી સી ના ડિરેકટર એશ્વર્ય પાંડે સાથે મુલાકાત કરી હતી.

 ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આગામી વર્ષથી ગ્રીનફિલ્ડ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારથી રાજકોટ એરપોર્ટ માટે વિકાસની તકો ઊજળી બની છે.  સૌરાષ્ટ્ર્રભરમાં થી કોઈપણ યુવક કે યુવતી પાયલોટ બનવા ઇચ્છતી તો તેમને અમદાવાદ કે મહેસાણા ની એવિએશન સ્કૂલમાં ટ્રેનિંગ માટે જવું પડે છે.  જે હવે રાજકોટના આંગણે જ અધ્યતન પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઇ જતા જેનો લાભ સૌરાષ્ટ્ર્ર–કચ્છના યુવાનોને મળશે.

ઇન્ફિનલાય એવિએશન લિમિટેડ અમદાવાદના ત્રણ પાઇલટસે આજે રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા માટે રસ વ્યકત કર્યો હતો. તેઓ એરપોર્ટ સુવિધાથી સંતુષ્ટ્ર છે. પ્રક્રિયામાં થોડો સમય લાગશે, આશા છે કે રાજકોટ એરપોર્ટ પર છ મહિનામાં પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલશે.