Political/ વડાપ્રધાન મોદી જમીન સાથે જોડાયેલા નેતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કર્યા વખાણ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. શ્રીનગરમાં ગુર્જર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી જમીન સાથે

Top Stories
gulam nabi aazad વડાપ્રધાન મોદી જમીન સાથે જોડાયેલા નેતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કર્યા વખાણ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. શ્રીનગરમાં ગુર્જર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી જમીન સાથે જોડાયેલા નેતા  છે, અને સફળતાની ઊંચાઈએગયા પછી પણ તેમના મૂળને કેવી રીતે યાદ રાખવું તે લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ.રાજ્યસભામાં વિપક્ષી નેતા રહેલા ગુલામ નબી આઝાદે કહ્યું, ‘ઘણા નેતાઓ સાથે મારે ઘણી બધી વાતો થાય છે. મારે પીએમ મોદી સાથે રાજકીય મતભેદો છે, પરંતુ હકીકતમાં તે એકજમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.હું પોતે ગામડાનો છું અને મને  ગર્વ છે. પીએમ મોદી  પણ કહે છે કે તેમણે વાસણ ઘસ્યા હતા,  ચા વેચી હતી. વ્યક્તિગત રૂપે, અમે તેમની વિરુદ્ધ છીએ, પરંતુ  જે તેમની વાસ્તવિકતાઓને છુપાવી શકતા નથી તે હંમેશાં તેની મૂળ સાથે જોડાયેલા હોય છે. જો તમે તમારી વાસ્તવિકતાને છુપાવી દીધી છે તો તમે યાંત્રિક વિશ્વમાં જીવી રહ્યા છો. ‘

મતદાન / “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસના ડમીનું પાત્ર ભજવનાર આ 75 વર્ષીય બા એ કર્યું મતદાન

Election / ચૂંટણીસમયે ફરજના સ્થાને ધેરહાજર આ તાલુકાના 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ ઇશ્યૂ

રાજ્યસભામાં વિપક્ષી નેતા રહેલા ગુલામ નબી આઝાદના વિદાય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી હતી. ત્યારે વડા પ્રધાને ગુજરાતની જનતા પર કાશ્મીરમાં આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરવા બદલ આઝાદની પ્રશંસા કરી હતી. મોદી ભાવુક પણ થઈ ગયા હતા અને જમ્મુ કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને સલામ પણ આપી હતી. બાદમાં આઝાદ પણ ભાવુક થઈગયા હતા.

Those who know me became emotional: Ghulam Nabi Azad on PM Modi's tearful  speech - The Economic Times Video | ET Now

CM / આવતીકાલથી વરિષ્ઠોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ જેવા નેતાઓ ખુલ્લા મંચ પરથી કોંગ્રેસ હાઈકમાન્ડની કામગીરી અંગે અનેક વખત પ્રશ્નો ઉભા કરી ચૂક્યા છે. પાર્ટીથી નારાજ આ વરિષ્ઠ નેતાઓ જી -23 તરીકે પણ ઓળખાય છે. તેમણે જ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં પાર્ટી કેવી રીતે ચલાવવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.આ જ નેતાઓ શનિવારે જમ્મુમાં એકઠા થયા હતા અને પોતાની શક્તિ બતાવી હતી. રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે પક્ષના વલણ અંગે પણ આ નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. ગુલામ નબી આઝાદ પાર્ટીના 23 નેતાઓમાં અગ્રણી ચહેરો છે જેમણે પાર્ટી નેતૃત્વ અંગે મોરચો ખોલ્યો છે. એક દિવસ અગાઉ, જી -23 નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને એ સ્વીકારવાની સૂચના આપી હતી કે પાર્ટી નબળી પડી ગઈ છે અને તેને મજબૂત કરવા માટે કામ કરવાની જરૂર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…