સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે ઘણી જગ્યાએ મતદાનનો બહિષ્કાર જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘણી મોટી મોટી કતારો જોવા મળી હતી. ત્યારે રાજકોટના જેતપુરમાંથી તો એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચૂંટણીની કામગીરી માટે નિમવામાં આવેલા ચાર કર્મચારીઓ હાજર રહ્યા ન હોવાથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મુખ્ય ચૂંટણી અધિકારી રામદેવ સિંહ ગોહિલ તેમજ એન.ડી.કુગસિયાએ આ કર્મચારીઓ વિરૂદ્ધ કડક એક્શન લેતાં તેમને વોરન્ટ ઇશ્યૂ કર્યું હતું.
CM / આવતીકાલથી વરિષ્ઠોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ
આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ પર હાજર ન રહેતા કડક પગલાં ભરવામાં આવ્યા છે. ફરજ પર હાજર ન રહેનાર કર્મચારી ગૌરવ અમૃતલાલ શિલું (પટાવાળા- બોરડી સમઢીયાળા), રાજુભાઇ દેવસુરભાઈ ગઢવી- (પટાવાળા જેતપુર), વલ્લભભાઈ શામજીભાઈ ખૂંટ- (પ્રથમ મતદાન અધિકારી- જેતપુર) પરસોતમભાઈ સવજીભાઇ વિરડીયા- (પટાવાળા- જેતપુર) આ ચાર કર્મચારીઓ સામે લોક પ્રતિનિધિત્વ ધારા -1951ની કલમ – 134 અન્વયે પગલાં ભરવામાં આવ્યા છે.
![]()
મતદાન / ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા 105 વર્ષના જસદણના હીરાબા એ કર્યું મતદાન,આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયગયું છે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કે, 231 તાલુકા પંચાયત ની 4774 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ ના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
