ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદના કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, આંણદના ઓડ પાસે કણભાઈપુરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા પાસે સવારે 6 વાગે મોટર સાઈકલ અને આઇસરે ટ્રક એકબીજા સાથે અથડાયા હતા.
સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે ત્રણ યુવકો નીકળ્યા હતા. ત્યારે ટ્રકે મોટર સાઈકલને ટક્કર મારી હતી અને મનોજ રણછોડ ઠાકોર (ઉંમર વર્ષ 23), ભરત પુંજા (ઉંમર વર્ષ 25) અને રાજુ ઠાકોર (ઉમર વર્ષ 30)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જે ટ્રકે અકસ્માત સર્જયો તે એમપી પાસિંગનો ટ્રક હતો. અકસ્માત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ મણિભાઈના ત્રણ મૃતદેહો જોઈને અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
