Not Set/ અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

અમદાવાદ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાર કિલોમીટર લાંબો અને રોયલ રોડ શો ઉત્સાહભેર પૂર્ણ થયો છે અને  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા ગાંધીનગર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. અમિત શાહે […]

Ahmedabad Top Stories Gujarat Trending
Amit Shah 1 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

અમદાવાદ,

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાર કિલોમીટર લાંબો અને રોયલ રોડ શો ઉત્સાહભેર પૂર્ણ થયો છે અને  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા ગાંધીનગર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

અમિત શાહે રોડ શોની શરૂઆત પહેલા થલતેજના નિવાસથી તેઓ સરદાર પટેલી પ્રતિમા ખાત પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDAના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું . તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. તદુપરાંત મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા જો કે કાળઝાળ ગરમીને કારણે રથને રીતસર દોડાવવાની ફરજ પડી હતી.

મોદીનું નેતૃત્વ સમયની માંગ – અમિત શાહ

સભામાં મોદીના નેતૃત્વને સમયની માંગને ગણવતા શાહે કહ્યું કે ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે…. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી અને મોદી, આ સાથે તેઓએ ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં ફરી એકવાર મોદીની સરકાર બનશે.

ઉમેદવારી પત્ર ભરવા અને રોડ શો માટે રથ પર સવાર થયા બીજેપી અધ્યક્ષ અમિત શાહ

68642131 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

જનસભા બાદ અમિત શાહનો રોડ શો શરુ થઇ ગયો છે. દરેક જગ્યાએ કાર્યકર્તાઓ ફૂલોની વર્ષા કરી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આજે હું ગાંધીનગર લોકસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન કરવા જઈ રહ્યો છું. મને આજે 1982 ના દિવસ યાદ આવશે. જ્યારે હું અહીંના એક  નાના બૂથનો બૂથ પ્રેસિડેન્ટ હતો. લાલકૃષ્ણ અડવાણી, ગાંધીનગરના અટલ બિહારી વાજપેયી સાંસદ હું ભાગ્યશાળી છું કે બીજેપી મને અહીંથી સાંસદ બનાવશે. ભાજપ એક વિચારધારા પક્ષ છે. દીનદયાલ જી ના અંત્યોદયના સિદ્ધાંતો પર આગળ વ્ધ્વલી પાર્ટી છે. આજે, દેશના સામે સવાલ છે કે દેશને સુરક્ષા કોણ આપી શકે છે. દેશની સલામતી ફક્ત નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારની સરકાર આપી શકે છે.

બૂથ પર કામ કરતા-કરતા પત્ર વેચતા-વેચતા આજે હું વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સુધી પહોંચ્યો છું. આ બઘુ તમારા લોકોના આશીર્વાદથી શક્ય બન્યું છે: અમિત શાહ

68642000 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

આખું વિશ્વ આ વાત સ્વીકારે છે કે ભારતનું નેતૃત્વના આ સમય સશક્ત હાથમાં છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણો દેશ સતત આગળ વધી રહ્યા છે: રાજનાથ સિંહ

પીએમ નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષોના કાર્યકાળમાં કરિશ્માઈ કામ કરીને બતાવ્યું: રાજનાથ સિંહ

છેલ્લા 5 વર્ષોમાં આપણા વડાપ્રધાન ઉપર કે અમારા કોઈપણ મંત્રી ઉપર ભ્રષ્ટાચારના કોઈ આરોપ નથી લાગ્યાં: રાજનાથ સિંહ

68641842 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

ગૃહમંત્રી રાજનાથ સિંહે મોદી સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે પીએમ નરેન્દ્ર મોદીને ગાળો આપી રહી છે. તેમના નેતા રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે. હું કાર્યકર્તાઓને કહીશ કે તમે જવાબ આપો અને બોલો- ચોકીદાર ચોર નથી.નહીં, ફરીથી પીએમ બનવું શ્યોર છે:રાજનાથ સિંહ

2014 માં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા પછી પણ અમે સહયોગીઓ સાથે મળીને  સરકાર બનાવી કારણ કે આપણે બધાના સાથમાં વિશ્વાસ રાખીએ છીએ: રાજનાથ સિંહ

અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જી અમારા વરિષ્ઠ અડવાણી જી ના ઉત્તરાધિકાર સંભાળવા જઈ રહ્યા  છે: રાજનાથ સિંહ

68641842 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

અમારા વડા પ્રધાન મોદી જી અને અમિત શાહ દિવસ-રાત કામ કરે છે. આ લોકો ક્યારે સૂવે છે એ કોઈને પણ નથી ખબર પડતી: રામ વિલાસ પાસવાન

2014 ની ચૂંટણીમાં એનડીએ અને બીજેપીને જેટલી બેઠકો મળી હતી, તેનાથી વધુ બેઠકો 2019 ની ચૂંટણીઓમાં મળવાની છે. મેં તો પહેલા કહ્યું હતું કે 2019 માં પ્રધાનમંત્રી પદની કોઈ વેકંસી નથી. બધા લોકો 2024 ની તૈયારી કરો: રામ વિલાસ પાસવાન

68641719 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

ઉદ્ધવ ઠાકરે બોલ્યા – શિવેસેના અને બીજેપી વચ્ચેનો મનમુટાવ પૂર્ણ થઇ ગયો છે….

શિવસેના મુખ્ય ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ઘણા લોકોને આશ્ચર્ય થયું કે હું આજે અહિયાં કેમ આવ્યો. કેટલાક લોકો ખુશ હતા કે શિવસેના અને બીજેપી વચ્ચે મનમુટાવ છે, પરંતુ હું તે લોકોને કહેવા માંગું છું કે અમારી વચ્ચે મનમુટાવ પૂર્ણ થઇ ગયો છે. અમિત શાહ મારા દિલમાં રહે છે. આજે અમારી વિચારણા એક છે, વિચાર એક છે, નેતા એક છે. વિપક્ષી પર નિશાન સાધતા ઉદ્ધાવે કહ્યું કે તેમના દિલ મળે કે કે ન મળે હાથ ચોક્કસ મળવા જોઈએ.

કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ અમિત શાહની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એક તરફ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ આગળ વધે છે, ત્યાં બીજી તરફ અમિત શાહનું નેતૃત્વ ભાજપનું વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ગાંધીનગર સીટથી અમિત શાહની જીત શક્ય છે.

મંચ પર શાહ,રામનાથ અને ઉદ્ધવ ઠાકરે, બાદલ

ભાજપના પ્રમુખ અમિત શાહ જાહેર સભાના સ્થળે પહોંચી ગયા છે તેમની સાથે, ગૃહમંત્રી રાજનાથસિંહ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ પ્રધાન પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મંત્રી અને પક્ષના કાર્યકરો હાજર છે.

ભાજપના પ્રમુખ અમિત શાહે અમદાવાદમાં સરદાર વલ્લભ ભાઇ પટેલની મૂર્તિને માળા પહેરાવી. તે પછી તે જનસભા સ્થળ માટે રવાના થઇ ગયા છે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપ અને એનડીએના તમામ મોટા નેતાનું માળા ફેરવીને સ્વાગત કરવામાં અવાયું.

68641461 અમિત શાહે ભવ્ય રોડ શો બાદ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

આજે ગાંધીનગર બેઠકથી ઉમેદવારી પત્રક ભરશે અમિત શાહ

લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને આપવામાં આવી છે ટિકિટ

પહેલીવાર લોકસભા ચુંટણી લડી રહ્યા છે ભાજપના અધ્યક્ષ

ઉદ્ધવ ઠાકરે, રામ વિલાસ પાસવાન સહિતના એનડીએના નેતાઓ રહેશે હાજર

શિવસેના પ્રમુખ પહોંચ્યા અમદાવાદ

અમિત શાહના નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા

અમિત શાહને શુભેચ્છા આપવા પહોંચ્યા

ભાજપ મહાસચિવ અનિલ જૈન પણ હાજર

રાજેન્દ્ર વિજયજી શુભેચ્છા પાઠવવા પહોંચ્યા

સ્વામિનારાયણ સાધુઓ પણ પહોંચ્યા નિવાસસ્થાને

અમિત શાહના નિવાસસ્થાને ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

થોડીવારમાં અમિત શાહ નારણપુરા જવા થશે રવાના