Not Set/ તિન તલાક બિલ રજૂ, લોકસભામાં જોવા મળી ધારદાર દલીલો, કાયદામંત્રી અકળાયા

મુસ્લમાનોમાં આશરે 1400 વર્ષ જૂની ત્રિપલ તલાકની પરંપરા ને ખતમ કરવા અને મુસ્લિમ મહિલાઓને અન્યાય થતો અટકાવવાના હેતુંથી કેન્દ્રની મોદી સરકારનાં કાયદામંત્રી રવિ શંકર પ્રસાદ દ્રારા  આજે ફરી લોકસભામાં તિન-તલાક બીલ રજુ કરવામા આવ્યું હતું. તિન-તલાક બીલ જોકે રજુ કર્યા પૂર્વે ભારે વાદવિવાદ અને ચર્ચામાં જવા મળ્યું હતુંં. બીલને લોકસભામાં રજુ કરવું કે નહી તેમા […]

Top Stories India Politics
lok sabha તિન તલાક બિલ રજૂ, લોકસભામાં જોવા મળી ધારદાર દલીલો, કાયદામંત્રી અકળાયા

મુસ્લમાનોમાં આશરે 1400 વર્ષ જૂની ત્રિપલ તલાકની પરંપરા ને ખતમ કરવા અને મુસ્લિમ મહિલાઓને અન્યાય થતો અટકાવવાના હેતુંથી કેન્દ્રની મોદી સરકારનાં કાયદામંત્રી રવિ શંકર પ્રસાદ દ્રારા  આજે ફરી લોકસભામાં તિન-તલાક બીલ રજુ કરવામા આવ્યું હતું. તિન-તલાક બીલ જોકે રજુ કર્યા પૂર્વે ભારે વાદવિવાદ અને ચર્ચામાં જવા મળ્યું હતુંં. બીલને લોકસભામાં રજુ કરવું કે નહી તેમા જ વિવાદ થતા વોટીંગ કરવું પડ્યું હતુ. તિન તલાક બિલ લોકસભામાં ધ્વનિમતથી રજૂ કરવા પર વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો. જે બાદ તેના પર વોટીંગ કરાયું હતું. વોટિંગનાં પરિણામમાં બિલને રજૂ કરવાના પક્ષમાં 186 વોટ પડ્યા હતા, જ્યારે 74 સભ્યોએ બિલને રજૂ ન કરવા માટેના પક્ષમાં વોટિંગ કર્યું હતું. મેઝારીટી વિનસનાં નિયમ મુજબ બાદમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ફરીથી બિલને લોકસભામાં રજૂ કર્યું હતું.  

Tharoor complains against law minister in court and Said that, he apologized for his statement
mantavyanews.com

લોકસભામાં બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, મંત્રી ફક્ત બિલ રજૂ કરવાની અનુમતિ માગી રહ્યા છે. અને કોઈ સભ્યની આપત્તિ છે, તો પછી હું જવાબ આપવા માટે તૈયાર છું. આ હંગામા વચ્ચે રવિશંકર પ્રસાદે ત્રણ તલાક બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. તો  કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે બિલના ડ્રાફ્ટનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે, આ બિલથી મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા થશે નહીં. પણ તેમની મુશ્કેલીઓમાં વધારો થશે. થરુર બાદ ઔવેસીએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે, તમે બિલ પર ચર્ચા થાય ત્યારે તેના વિરુધ્ધ નોંધાવજો અત્યારે તો ફક્ત બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યું છે.

ઔવેસીએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, આ સંવિધાનના વિરુધ્ધ છે. તેઓઅ કહ્યું કે, આ બિલથી ફક્ત મુસ્લિમ પુરુષોને સજા મળશે. સરકારને ફક્ત મુસ્લિમ મહિલાઓ માટે હમદર્દી કેમ છે. કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા સરકારને કેમ નથી થઈ રહી. તેઓએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય ઠહેરાવ્યું છે. તો પણ લાગુ કરવામાં આવશે ત્યારે જો પતિ જેલ થશે, તેવા કેસમાં તેમની પત્નીઓને ખર્ચો આપવા શું સરકાર તૈયાર છે.???

તિન-તલાક બીલ બાબતે વાત કરતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે ગત સરકારમાં આ બિલને લોકસભામાં પારિત કર્યું હતું. પણ રાજ્યસભામાં આ બિલ પેડિંગ રહી ગયું હતું. તેઓએ કહ્યું કે સંવિધાનની પ્રક્રિયાઓ અનુસાર અમે બિલને ફરીથી લઈને આવીયા છીએ. જનતાએ અમને કાનૂન બનાવવા માટે ચૂંટ્યા છે. અને કાનૂન પર ચર્ચા અદાલતમાં થાય છે. અને કોઈ લોકસભાને અદાલત ન બનાવે. રવિશંકરે કહ્યું કે, આ સવાલ સિયાસતનો કે ઈબાદતનો નથી. પણ નારીના ન્યાયનો સવાલ છે. તેઓએ કહ્યું કે, ભારતના સંવિધાનમાં કહેવાયું છે કે, કોઈની પણ સાથે ભેદભાવ કરી શકાતો નથી. એટલે આ સંવિધાન વિરુધ્ધ નથી. પણ તેના અધિકારો સાથે જોડાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.