Bihar Accident/ ભોજપુરી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી માટે માઠા સમાચાર,  લોકપ્રિય 2 અભિનેત્રીઓ સહિત એક ગાયકનું રોડ અકસ્માતમાં મોત

ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રીઓ અને એક ગાયકનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ અકસ્માત રવિવારે સાંજે 25મી ફેબ્રુઆરીના રોજ બનવા પામ્યો હતો.

India Top Stories Entertainment
YouTube Thumbnail 2024 02 27T151008.403 ભોજપુરી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી માટે માઠા સમાચાર,  લોકપ્રિય 2 અભિનેત્રીઓ સહિત એક ગાયકનું રોડ અકસ્માતમાં મોત

ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રીઓ અને એક ગાયકનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ અકસ્માત રવિવારે સાંજે 25મી ફેબ્રુઆરીના રોજ બનવા પામ્યો હતો. જેમાં એક મોટરસાઈકલ, એસયુવી અને ટ્રક વચ્ચે આ ભયાનક ટક્કર થઈ હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ બિહારના કૈમુર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન હેઠળના દેવકાલી ગામ પાસે જીટી રોડ પર 25 ફેબ્રુઆરીના રોજ ભયાનક દુર્ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જેમાં ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ સ્ટાર્સ પણ સામેલ છે. ભોજપુરી સિનેમાના ચાર ઉભરતા કલાકારોનું પણ માર્ગ અકસ્માતમાં મોત થવાને પગલે ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે.

કૈમુર જિલ્લામાં સર્જાયો અકસ્માત

બિહારના કૈમુર જિલ્લાના દેવકાલી ગામ પાસે રવિવારે સાંજે એટલે કે 25મી ફેબ્રુઆરીએ ટ્રક, એસયુવી અને મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કૈમુર જિલ્લામાં બનેલ દુર્ઘટનામાં ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં નવોદિત ઉભરતી અભિનેત્રીઓ આંચલ તિવારી, સિમરન શ્રીવાસ્તવ સહિત ગાયક છોટુ પાંડે અને અન્ય 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાને લઈને પોલીસ માહિતી આપતા જણાવ્યું કે તમામ કલાકારો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં આંચલ તિવારી, સિમરન શ્રીવાસ્તવ, પ્રકાશ રામ, દધિબલ સિંહ, અનુ પાંડે, શશિ પાંડે, સત્ય પ્રકાશ મિશ્રા અને બાગીશ પાંડેનું પણ મોત થયું હતું. ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર આંચલ તિવારીએ ‘પંચાયત 2’માં લીડ એક્ટ્રેસ સાન્વિકાના પાત્ર રિંકીની મિત્ર રવિનાની ભૂમિકા ભજવી હતી. જાણવા મળ્યા મુજબ રવિવારે લોકોના મનપસંદ ગાયક છોટુ પાંડે પોતાની સ્કોર્પિયો કારમાં પોતાની આખી ટીમ સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુપી જઈ રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

दुखद: सड़क हादसे में भोजपुरी सिंगर छोटू पांडेय समेत 9 की दर्दनाक मौत, बाइक और ट्रक से हुई टक्‍कर - bhojpuri singer chhotu pandey dies in road accident in bihar-mobile

મોટરસાઈકલ, એસયુવી અને ટ્રકની થઈ ટક્કર

ઘટનાના પ્રત્યક્ષદર્શીના હવાલાથી અહેવાલો કહે છે કે બે મહિલાઓ સહિત આઠ લોકોને લઈ જતી એક SUVએ મોટરસાઈકલને ટક્કર મારી અને પછી બંને વાહનો કાબૂ બહાર નીકળી બીજી લેનમાં ગયા, જ્યાં તેઓ ખૂબ જ ઝડપે આવી રહેલા ટ્રક સાથે અથડાયા. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ અને એસયુવી પર મુસાફરી કરી રહેલા તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મુખ્યમંત્રીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામેલા ભોજપુરી સ્ટાર્સ સહિત અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લખ્યું છે કે, “કૈમુર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH 2 પર સ્થિત દેવકાલી પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં લોકોના મોત થતા ઘણું દુઃખ થયું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોની સારવારનું સૂચન કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Politics/પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

આ પણ વાંચો: AMC/અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

આ પણ વાંચો: RajyaSabha Elections/રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Mission Gaganyan/પીએમ મોદીએ મિશન ગગનયાનના મહારથીઓને અભિનંદન પાઠવ્યા