કટાક્ષ/ જયરામ રમેશે કહ્યું મોદી સરકાર મૂંઝવણમાં,20મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના વડાપ્રધાન!

20મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના વડાપ્રધાન.આ બધુ ડ્રામા માત્ર એટલા માટે કે વિપક્ષો ભેગા થયા અને પોતાને ઈન્ડિયા કહે છે

Top Stories India
10 જયરામ રમેશે કહ્યું મોદી સરકાર મૂંઝવણમાં,20મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના વડાપ્રધાન!

કોંગ્રેસે સંસદના વિશેષ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે (5 સપ્ટેમ્બર) જ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નેતૃત્વમાં સંસદીય રણનીતિ જૂથની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેણે દેશને અંધારામાં રાખ્યો છે.આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ઇન્ડિયાને બદલે ભારતના નામ પર રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસની બેઠક બાદ તરત જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની બેઠક યોજાઈ હતી.આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રમેશે  મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જુઓ મોદી સરકાર કેટલી મૂંઝવણમાં છે! 20મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના વડાપ્રધાન.આ બધુ ડ્રામા માત્ર એટલા માટે કે વિપક્ષો ભેગા થયા અને પોતાને ઈન્ડિયા કહે છે.જયરામ રમેશે ટ્વિટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.