FIR against Shahnawaz Hussain/ ભાજપના દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન સામે સુપ્રીમ કોર્ટે FIR નોંધાવવા આપ્યો આદેશ,જાણો સમગ્ર મામલો

નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ શાહનવાઝે સાકેત કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. પોલીસની ATR હોવા છતાં હુસૈને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના FIRના આદેશને પડકાર્યો હતો

Top Stories India
FIR against Shahnawaz Hussain

FIR against Shahnawaz Hussain:       ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને ચાર વર્ષ જૂના રેપ કેસમાં  સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. શાહનવાઝે ( Shahnawaz Hussain) સુપ્રીમ કોર્ટમાં એફઆઈઆરની નોંધણી પર રોક લગાવવાની અપીલ કરી હતી. કોર્ટે કહ્યું કે આ મામલાની યોગ્ય તપાસ થવી જોઈએ. મને આમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. જો તમે સાચા હશો તો તમે બચી જશો.  તેથી હવે શાહનવાઝ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે.

નોંધનીય છે કે આ કેસમાં એક મહિલાએ ભાજપના દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન સામે (FIR against Shahnawaz Hussain) બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પર રેપ સંબધિત ગંભીર આકોપ લગાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું  કે 12 એપ્રિલ 2018ના રોજ શાહનવાઝ હુસૈને ( Shahnawaz Hussain) તેને છતરપુર સ્થિત ફાર્મ હાઉસમાં બોલાવ્યો હતો. ત્યાં તેણે તેણીને નશીલા પદાર્થ પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.મહિલાએ મહેરૌલી પોલીસ સ્ટેશનના એસએચઓને લેખિત ફરિયાદ પણ કરી હતી, જે તેમને મળી ન હતી. આ ફરિયાદો પાછી ખેંચી લેવા માટે મહિલા પર દબાણ હતું, પરંતુ તે આ દબાણોને વશ થઈ ન હતી.

મહિલાએ 21 જૂન 2018ના રોજ નવી દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, સાકેત કોર્ટમાં શાહનવાઝ હુસૈન (FIR against Shahnawaz Hussain) વિરુદ્ધ IPCની કલમ 376, 328, 120B, 506 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સીઆરપીસીની કલમ 156(3) હેઠળ શાહનવાઝ સામે એફઆઈઆર નોંધવા માટે પોલીસને આદેશ આપવા કોર્ટને પણ અપીલ કરી.

આ મામલો 25 જૂન 2018ના રોજ સાકેત કોર્ટ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે આ મામલે મહેરૌલીના SHO પાસેથી એક્શન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો હતો. 4 જુલાઈ, 2018 ના રોજ, પોલીસે કોર્ટને કહ્યું કે તેની તપાસ અનુસાર અરજદારની ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો સાચા નથી.પોલીસ રિપોર્ટ હોવા છતાં, 7 જુલાઈ 2018 ના રોજ, સાકેત કોર્ટે પોલીસને (POLICE) આ મામલે FIR નોંધવાનો આદેશ આપ્યો. આ સાથે કોર્ટે સીઆરપીસીની કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન રેકોર્ડ કરવાનો અને પીડિતા અને કથિત આરોપીની મેડિકલ તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.

નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ શાહનવાઝે સાકેત કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. પોલીસની ATR હોવા છતાં હુસૈને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના FIRના આદેશને પડકાર્યો હતો. કોર્ટે 12 જુલાઈના રોજ હુસૈનની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.શાહનવાઝ હુસૈન તેમની સામે એફઆઈઆર નોંધવાના નીચલી અદાલતના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. 17 ઓગસ્ટ, 2022ના રોજ જારી કરાયેલા તેના આદેશમાં, દિલ્હી હાઈકોર્ટે શાહનવાઝની અરજીને ફગાવીને FIR નોંધવાના નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

ઓગસ્ટ 2022માં, શાહનવાઝે તેની સામે બળાત્કારના આરોપમાં એફઆઈઆર નોંધવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 18 ઓગસ્ટના રોજ, આ મામલો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.

High Court/ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી વાલીઓને રાહત, ફી પરત કરવી પડશે