કોરોના સંક્રમણ/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.15 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 150થી પણ ઓછા કેસ

Top Stories Gujarat
rajkot new c રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.15 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 135 કેસ નોંધાયા છે.

rajkot new case 4 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 612 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે માત્ર અમદાવાદ શહેરને બાકાત કરતા રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં 15થી પણ ઓછા કેસ નોંધાયા છે.

rajkot new case 3 may રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,037 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 612 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,07,424 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કુલ 5159 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 86 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

Untitled 215 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5159 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 86 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 5073 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.15% એ આવી ગયો છે.અત્યાર સુધીમાં 2,30,09,562 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 4,53,300 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

majboor str 19 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં નવા કેસનો આંકડો 135