Not Set/ બજારમાંથી કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા લોકોના ફ્રીમાં ટેસ્ટ કર્યા

લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ તથા લોએજ ગ્રામ પંચાયત દ્વારા નવાપરા વિસ્તારમાં ધરે ધરે જઇ સર્વે કરવામાં આવ્યું અને જેટલા પણ લોકો ને કોરોના ના લક્ષણો દેખાતા હોય તેવા લોકોનો સર્વે કરવામાં આવ્યો અને સરકાર પર નિર્ભર રહેવા ને બદલે લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ ના માધ્યમ થી બજારમાંથી કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા હતા તેવા લોકોના ફ્રી માં ટેસ્ટ કરવામાં આવ્યા

Gujarat Others Trending
સુરત સી r patil 12 બજારમાંથી કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા લોકોના ફ્રીમાં ટેસ્ટ કર્યા

કોરોના વાઇરસ ની બીજી લહેરે ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. નાના-મોટા શહેર હોય  કે ગામડા દરેક જગ્યાએ કોરોનનો કહેર જોવા મળ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં નાના ગંદઓની હાલત વધૂ કફોડી બની હતી. અપૂરતા સાધનો અને અછતો વચ્ચે ગામડાના લોકો માટે સારવાર તો દૂરની વાત રહી પરંતુ ટેસ્ટિંગ માટે પણ ફાંફા મારવાનો વારો આવ્યો હતો. ત્યારે નાના ગાંડોએ પણ જાણે આત્મ નિર્ભર બનવાનો સંકલ્પ કર્યો અને સરકાર ઉપર નિર્ભર રહેવાને બદલે જાતે જ ટેસ્ટિંગ કીટ થી માડી તમામ વયવસ્થાઓ જાતે કરવા મજબૂર બન્યા છે. ત્યારે આજે આપણે જુનાગઢ જિલ્લાના લોયેજ ની વાત કરીશું.

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના લોયેજ ગામ ના સરપંચ દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો. હાલ કોરોના ની મહામારી ને લય લોકો ને સામાન્ય શરદી ઉધરસ કે વાઇરલ ફીવર થાય તો પણ કોરોના હોવાનો ભય લાગે છે ત્યારે હાલ એન્ટિજન કીટ ની અછત ના કારણે લોકો ને ટેસ્ટ કરાવવા માં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે.

ત્યારે લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ તથા લોએજ ગ્રામ પંચાયત દ્વારા નવાપરા વિસ્તારમાં ધરે ધરે જઇ સર્વે કરવામાં આવ્યું અને જેટલા પણ લોકો ને કોરોના ના લક્ષણો દેખાતા હોય તેવા લોકોનો સર્વે કરવામાં આવ્યો અને સરકાર પર નિર્ભર રહેવા ને બદલે લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ ના માધ્યમ થી બજારમાંથી કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા હતા તેવા લોકોના ફ્રી માં ટેસ્ટ કરવામાં આવ્યા. તથા આવતીકાલે ગામના બાકીના વિસ્તારમાં સર્વ કરવામાં આવશે. તથા આવતીકાલે બાકી રહેતા વિસ્તાર ના તથા વાડી વિસ્તારમાં રહેતા લોકો જે કોરોના ના લક્ષણો ઘરાવતા હોય તેવા લોકો આવી ટેસ્ટ કરાવી શકે છે તેવી ગામ ના સરપંચ રવિભાઈ નંદાણીયા એ અપીલ કરેલ છે.