Not Set/ ચીનના પ્રતિબંધના લીધે અમેરિકાએ આ દેશોમાં કર્યો પ્લાસ્ટીકનો ઢગલો

નવી દિલ્લી ચીને વિદેશી કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાએ એશિયાના દેશોમાં પોતાના પ્લાસ્ટિકના કચરાનો ઢગલો કરી દીધો છે. ચીને આ વર્ષે કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીન એ પ્લાસ્ટિક કચરાનો દુનિયાનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. તેના નિર્ણયને પશ્વિમી દેશોને મુંજવણમાં મૂકી દીધા છે. અમેરીકાએ પોતાના પ્લાસ્ટીકના કચરાના અડધા ઉપરનો ભાગ […]

World Trending
138608 shutterstock 426187984 hero ચીનના પ્રતિબંધના લીધે અમેરિકાએ આ દેશોમાં કર્યો પ્લાસ્ટીકનો ઢગલો

નવી દિલ્લી

ચીને વિદેશી કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાએ એશિયાના દેશોમાં પોતાના પ્લાસ્ટિકના કચરાનો ઢગલો કરી દીધો છે.

ચીને આ વર્ષે કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીન એ પ્લાસ્ટિક કચરાનો દુનિયાનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. તેના નિર્ણયને પશ્વિમી દેશોને મુંજવણમાં મૂકી દીધા છે.

અમેરીકાએ પોતાના પ્લાસ્ટીકના કચરાના અડધા ઉપરનો ભાગ મલેશિયા અને વિયેતનામ જેવા દેશમાં રીસાઇકલ કરવા મોકલ્યો છે.ગ્રીનપીસના રીપોર્ટ પરથી આ વાત સામે આવી છે.ગયા વર્ષે અમેરિકાએ પોતાનો ૭૦ ટકા કચરાને ચીન અને હોંગકોંગમાં નિકાસ કર્યો હતો.

નિયમ કે કાયદો ન હોવાનો ફાયદો ઉઠાવતા વિકાસશીલ દેશોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ કચરામાં પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક બેગ જેવો સામાન સહિત તેમા ઝેરી તત્વો પણ હોઇ શકે છે.

રિપોર્ટમાં કહેવા પ્રમાણે અમેરિકા હવે એ દેશોનો ફાયદો ઉઠાવી રહ્યા છે જેમને પ્લાસ્ટિક કચરાને રિસાઇકલને લઇને પોતાના કોઇ કાયદા નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકી કંપનીઓ કચરાની જવાબદારી પોતે લેવાથી ભાગી રહી છે.