Not Set/ રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ “મેચ ફિક્સિંગ કે મિલી ભગત” ? વાંચો. આ અહેવાલ

ગાંધીનગર, ૧૯ સપ્ટેમ્બર અને બુધવારનો દિવસ ગુજરાતની મોટી રાજકીય પાર્ટીઓમાંની એક ભાજપ અને કોંગ્રસના ધારસભ્યો માટે જાણે ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ છે તેઓ હવે હજારો પતિ માંથી લાખો રૂપિયા માસિક પગાર મેળવતા થઇ ગયા છે. પરંતુ માનવામાં આવે તો MLAના પગારમાં થયેલો વધારો જાણે કોઈ મેચ ફિક્સિંગ કે મિલી ભગતનું કારણ જ બન્યું હોય તે […]

Top Stories India Trending
Congress BJP રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ

ગાંધીનગર,

૧૯ સપ્ટેમ્બર અને બુધવારનો દિવસ ગુજરાતની મોટી રાજકીય પાર્ટીઓમાંની એક ભાજપ અને કોંગ્રસના ધારસભ્યો માટે જાણે ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ છે તેઓ હવે હજારો પતિ માંથી લાખો રૂપિયા માસિક પગાર મેળવતા થઇ ગયા છે.

પરંતુ માનવામાં આવે તો MLAના પગારમાં થયેલો વધારો જાણે કોઈ મેચ ફિક્સિંગ કે મિલી ભગતનું કારણ જ બન્યું હોય તે જ રીતે જાણે એક ફલક પર ચરિતાર્થ થઇ રહ્યું છે.

એક તબક્કે ઉપર વર્ણવવામાં આવેલા શબ્દો તમને અર્થવિહીન લાગી શકે છે, પરંતુ આ એક સત્ય હકીકત બનવા તરફ આગળ વધ્યું છે.

“મેચ ફિક્સિંગ કે મિલી ભગત” ?

બુધવારે વર્ષ ૨૦૦૫ બાદ સરકાર દ્વારા MLAના પગારમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એક સમયે તો જાણે આ સંપૂર્ણ ચિત્ર કોઈ ક્રિકેટ કે અન્ય રમતનું મેચ ફિક્સિંગ લાગે છે કે મિલી ભગત જ લાગે, કે જ્યાં પોતાના ફાયદા માટે પરસ્પર સમજુતી દ્વારા જ બંધ બારણે એક પગલું ભરવામાં આવે અને પોતાના લોકોને ખુશ કરવામાં આવે.

કોઈ પણ પ્લાનિંગ વગર જ ધારાસભ્યોના પગારનો પ્રસ્તાવ કરાયો રજૂ 

Gujarat vidhan sabha 1 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

હકીકતમાં, ૧૯ સપ્ટેમ્બરના રોજ રાજ્યની વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા પહેલેથી જાહેરાત કરવામાં આવી હતી કે, આ દરમિયાન રાજ્ય સરકારના ૬ મહત્વપૂર્ણ બીલ પસાર કરવામાં આવશે,

પરંતુ આ સત્રની શરૂઆતમાં જ જયારે ધારાસભ્યોના પગારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને ગૃહના તમામ પક્ષો દ્વારા તેને પસાર કરવામાં આવ્યો હતો, ત્યારથી જ જાણે કોઈ આંતરરાષ્ટ્રીય મેચનું ફિક્સિંગનું થયું હોય એની ગંધ આવતી હતી.

હંમેશા વિરોધનો સૂર અપનાવતી કોંગ્રેસનો એક સૂર

dhanani રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

આ પ્રસ્તાવ કોઈ મેચ ફિક્સિંગ કે મિલી ભગત લાગવાનું મુખ્ય કારણ એ છે કે, એક બાજુ જ્યાં રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા કમરતોડ વધારો તેમજ ખેડૂતોની લોન માફીને લઈ વર્તમાન રુપાણી સરકારનો ઉધડો બોલાવવામાં આવી રહ્યો છે.

maxresdefault 8 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પાટનગર ગાંધીનગરથી લઇ રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમજ બુધવારના રોજ કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાનું તેમજ રાજ્યની જનતા માટે કામો કરવામાં નિષ્ફળ રહેલી રુપાણી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સર્વસંમતિથી પસાર થયું MLAનો પગાર વધારવાનું બીલ 

201802171817237517 MLA Trivedi files nomination for Gujarat Assembly Speaker SECVPF રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

પરંતુ જયારે બુધવારે વિધાનસભાનું સત્ર શરુ થવાની સાથે જ સરકાર દ્વારા MLAનો પગાર વધારવાનું બીલ પસાર કરવામાં આવ્યું ત્યારે કોઈ પણ વિરોધના સૂર કે કોઈ પણ શબ્દનું આચરણ કર્યા વગર જ સર્વસંમતિથી પસાર થઇ ગયું હતું.

“વ્યક્તિની જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વડે અને તેમ પણ વડે”

તેથી જ ગુજરતી ભાષામાં કહેવત છે કે, “વ્યક્તિની જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વડે અને તેમ પણ વડે”. ત્યાર આજ પ્રકારની સ્થિતિ બુધવારે રાજ્યની વિધાનસભામાં જોવા મળી હતી.

માહિતી પ્રકાશિત કર્યા વગર જ રુપાણી સરકાર લાવી બીલ

688363 683995 rupanivijay 040518 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

બીજી બાજુ રાજ્ય સરકાર પણ મિલીભગતમાં શામેલ હોય તે ચરિતાર્થ થઇ રહ્યું છે, કારણ કે આ પ્રસ્તાવ ગૃહમાં પસાર કરતા પહેલા સરકાર દ્વારા ધારસભ્યોના પગાર વધારવા અંગેની કોઈ પણ માહિતી પ્રકાશિત કરવામાં આવી ન હતી, અને એકદમ જ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

ત્યારે જ રાજ્યની જનતાને આભાસ થયો હતો કે, બંધ બારણે જ જે પ્રકારનું ફિક્સિંગ કરાયું તે એક સરાહનીય હતું.

પોતાના સ્વાર્થ માટે તમામ મુદ્દાઓ મુકાયા નેવે

બીજી બાજુ આ પણ મનાય કે, રાજકીય પાર્ટીઓના નેતાઓ માટે પોતાના અંગત સ્વાર્થ કરતા કોઈ આગળ હોતું નથી. આ માટે તે રાજ્યનો સામાન્ય ગરીબ નાગરિક હોય કે, અન્ય પરંતુ પોતાના કામ માટે ભલે બીજા દિવસોમાં એક બીજાના “જાની દુશ્મન હોય, પણ આ સમયે તમામ જનતાન અધિકાર પ્રત્યેના દાવાઓ અને પ્રતિદાવાઓ બાજુ પર જ મુકાઈ જાય છે.

શું હતો સંપૂર્ણ ઘટનાક્રમ ?

CARTOON SALARY 1454298437 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ

બુધવારે બોલાવવામાં આવેલા વિધાનસભા સત્રમાં ધારાસભ્યોના પગારમાં વધારો કરતો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. જેમાં હાલ સુધી ધારાસભ્યોને માસિક ૭૦,૭૨૭ રૂપિયાનો પગાર (ભથ્થા સાથે) મળતો હતો, ત્યારે આ બીલ પસાર થયા બાદ તેઓને ૧,૧૬,૩૧૬ રૂપિયાનો તગડો પગાર મળશે.

mla તેમજ મંત્રીઓ સહિતના પગારમાં કરાયો ધરખમ વધારો

બીજી બાજુ મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક સહિતના પદાધિકારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં સુધારો થયા બાદ હાલમાં માસિક ૮૬,૮૦૪ રૂ. પગાર લેતા પદાધિકારીઓ હવે ૧.૩૨ લાખનો તગડો પગાર મેળવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની જનતાના માથે વર્ષે ૧૦.૫૨ કરોડ રૂપિયાનો બોજો પડશે.

સબકા સાથ સબકા વિકાસ

download 2 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આગેવાનો હંમેશા રાજ્યની જનતાઓના મુદ્દાઓને લઇ બુમ બરાડા કરતા હોય છે અને સરકારનો ઉધડો લેતા હોય છે, પણ જયારે “સબકા સાથ સબકા વિકાસ”ની વાત કરવામાં આવે તો તેઓની બોલતી કેમ બંધ થઇ જાય છે અને સરકારને પણ પોતાનું સમર્થન આપે છે.

“ચોરના ભાઈ ઘંટી ચોર”

તે એક રીતે જોવામાં આવે તો ખુબ જટિલ અને પેચીદો પ્રશ્ન છે. ત્યારે આ પરથી કહી શકાય છે, પરસ્પર દુશ્મનાવટ ધરાવતા નેતાઓ જયારે પોતાનો ફાયદો આવે છે ત્યારે “ચોરના ભાઈ ઘંટી ચોર” શા માટે બની જાય છે.

રાજ્યની જનતા માટે પૈસા નથી ને આગેવાનો માટે વરસાદ થાય છે

images 4 રાજ્યના ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો એ છે કોઈ "મેચ ફિક્સિંગ કે મિલી ભગત" ? વાંચો. આ અહેવાલ
gujarat-increase salary state legislators”match-fixing or Mili Bhagat”

આ અંગે રાજ્ય સરકાર પર પણ અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે એક બાજુ ખેડૂતોની લોન માફી કરવા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભડકા બાદ વેટ ઘટાડીને જનતાને રાહત આપવા માટે તિજોરીમાં રૂપિયા નથી, અને જયારે પોતાની વાત આવે છે ત્યારે કેવી રીતે રૂપિયાનો વરસાદ થતો હોય છે એક તબક્કે સમજણથી પરે છે.