બોલિવૂડ/ અમિતાભ અને જયાના લગ્નના 48 વર્ષ, જ્યારે બોલિવૂડ સાથેના 52 થયા પૂર્ણ :ચાહકોએ પાઠવી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને આજે લગ્નના 48 વર્ષ પૂરા કર્યા છે. જીવનના તમામ ઉતાર-ચઢાવ છતાં, આ બંનેની જોડીએ આટલી લાંબી મજલ કાપીને દાખલો બેસાડ્યો છે. આજે પણ 48 મી વર્ષગાંઠ

Trending Entertainment
amit and jaya marriage અમિતાભ અને જયાના લગ્નના 48 વર્ષ, જ્યારે બોલિવૂડ સાથેના 52 થયા પૂર્ણ :ચાહકોએ પાઠવી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને આજે લગ્નના 48 વર્ષ પૂરા કર્યા છે. જીવનના તમામ ઉતાર-ચઢાવ છતાં, આ બંનેની જોડીએ આટલી લાંબી મજલ કાપીને દાખલો બેસાડ્યો છે. આજે પણ 48 મી વર્ષગાંઠ પર અમિતાભે પોતાનો અને જયા બચ્ચનનો ખૂબ જ જૂનો અને ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો છે. બિગ બીના ચાહકો સતત ટિપ્પણી કરે છે અને તેની શુભેચ્છા પાઠવે છે.

Instagram will load in the frontend.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આમાં શામેલ છે – ચૂપકે-ચૂપકે, ગૌરવ, સિલસિલા, મિલી. આ ફિલ્મો પછી તેઓ કભી ખુશી કભી ગમ અને કી એન્ડ કા જેવી ફિલ્મોમાં પતિ-પત્નીના રૂપમાં જોવા મળ્યાં હતાં. અમિતાભ વિશે વાત કરીએ તો આ દિવસોમાં તે બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેનો શો કૌન બનેગા કરોડપતિ પણ ટેલિવિઝન પર શરૂ થયો છે. ચાલો તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ આજે 52 વર્ષ નો થઈ ગયો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. ચાહકો સાથે બોલિવૂડની તેની સુંદર સફર શેર કરી.

Instagram will load in the frontend.

majboor str 6 અમિતાભ અને જયાના લગ્નના 48 વર્ષ, જ્યારે બોલિવૂડ સાથેના 52 થયા પૂર્ણ :ચાહકોએ પાઠવી શુભેચ્છાઓ