ખનન/ મહેસાણાના પિલુદરા ગામના સરપંચ સહિત 11 સભ્યોને ખનન મામલે બરતરફ કરાયા

સરપંચ સહિત 11 સભ્યો બરતરફ કરવામાં આવ્યા

Gujarat
mehasana મહેસાણાના પિલુદરા ગામના સરપંચ સહિત 11 સભ્યોને ખનન મામલે બરતરફ કરાયા

મહેસાણામાં બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. કંપની દ્વારા ગામની ગોચર જમીનમાં કોઈ મંજૂરી વિના માટીનુ ખનન કામ કર્યુ હત જેથી કંપનીને 4,84,670નો દંડ કરવામાં આવ્યો હતો અને ડીડીઓ દ્વારા સરપંચ સહિત 11 સભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે.પિલુંદરા ગામે આજથી 3 વર્ષ અગાઉ ગામની નજીક થી પસાર થતી રેલવે લાઈનના કામકાજ માટે બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. કંપનીના વાહન દ્વારા ગામની ગૌચર જમીન માંથી 4313.18 મેટ્રિક ટન માટી ખનન કરાયું હતું જેને લઈ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સમાધાન બેઝ પર 4,84,670 રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.ગામની ગૌચર જમીનને કલેક્ટર કે ઉપરી કચેરીઓની પૂર્વ મંજૂરી લીધા વિના જ માટી ખનન કરી ખાડા પાડી દઈ નુક્સાન કરવામાં આવતા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના હોદેદારો પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ગ્રામપંચાયત દ્વારા ભીનું સંકેલવામાં આવ્યું હોય તેમ માટી ખનન કરનાર રેલવે કોન્ટ્રાકટર સામે કોઈ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી ન કરવામાં આવી નહોતી અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને ગુજરાત પંચાયત અધિનિયમન 1993ની કલમ 57ની પેટ કલમ(1) મુજબ પોતાની ફરજ પર કસૂરવાર હોઈ બેલેન્સ ઓફ કન્વેનિયન્સ તેમની તરફેણમાં ન હોઈ તેમની વિરુદ્ધ હુકમ કરતા તેમના હોદ્દા પર થી બરતરફ કરવામાં આવ્યા હતા.