Not Set/ ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

જકાર્તા, ઇન્ડોનેશિયાના સુરાબયા શહેરમાં ત્રણ ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા નવ વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે ૧૩ વ્યક્તિ ઘાયલ થઇ છે. આ ધમાકા સુરાબયા શહેરના ઇસ્ટ જાવા વિસ્તારમાં થયા છે. આ શહેર દેશનું બીજા નંબરનું મોટું શહેર છે. ઇન્ડોનેશિયા પોલીસના જણાવ્યા મુજબ, “શહેરના ત્રણ અલગ-અલગ ચર્ચોમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. દરેક આત્મઘાતી બોમ્બ […]

Top Stories World Trending
kjjj ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

જકાર્તા,

ઇન્ડોનેશિયાના સુરાબયા શહેરમાં ત્રણ ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા નવ વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે ૧૩ વ્યક્તિ ઘાયલ થઇ છે. આ ધમાકા સુરાબયા શહેરના ઇસ્ટ જાવા વિસ્તારમાં થયા છે. આ શહેર દેશનું બીજા નંબરનું મોટું શહેર છે.

ઇન્ડોનેશિયા પોલીસના જણાવ્યા મુજબ, “શહેરના ત્રણ અલગ-અલગ ચર્ચોમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. દરેક આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટને ૧૦ મિનિટના અંતરમાં અંજામ આપવામાં આવ્યા છે. પહેલો બોમ્બ બ્લાસ્ટ સવારે ૭.૩૦ કલાકે થયો હતો”.

DdCq09rWkAAIJLT ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

ઇસ્ટ જાવા પોલીસના પ્રવક્તા ફ્રાંસ બારુંગ મંગેરાએ જણાવ્યું હતું કે, “પીડિતોની ઓળખ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હુમલામાં બે પોલીસ કર્મચારી સહિત કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા છે”.

ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

જો કે બાદમાં આ હુમલાનો મૃત્યુઆંક નવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું કહેવું છે કે, આ હુમલા અંગે હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.

DdDmoSMW4AADjoG ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

મહત્વનું છે કે, ઇન્ડોનેશિયા દુનિયામાં બહુમત મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં સૌથી મોટો દેશ છે અને હાલમાં જ અહિયાં આતંકવાદનું પુનરૂત્થાન જોવા મળ્યું છે.

DdDOgvJXUAY754h ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, “બ્લાસ્ટને આત્મઘાતી હુમલાખોરોએ અંજામ આપ્યો છે. ચર્ચના પ્રવેશ દ્વાર પર કાટમાળ ફેલાયેલો પડ્યો હતો. પોલીસ એકઠા થયેલી ભીડને ઘટનાસ્થળથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ એ બાબતની શોધ કરી રહી છે કે શું કોઈ ચોથા સ્થળને પણ નિશાન બનાવવામાં આવ્યું છે કે નહિ?