ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની મેગા ઓક્શન (IPL નિલામી 2022) બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે. પ્રથમ દિવસની હરાજીમાં ઘણા ખેલાડીઓ પર મોટો દાવ લગાવવામાં આવ્યો હતો. આમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વર્ષો સુધી રમતા પંડ્યા બ્રધર્સ એકબીજાથી અલગ થઈ ગયા. જ્યાં ગુજરાત ટાઇટન્સે પહેલાથી જ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો હતો, તો બીજી તરફ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને IPLની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 8.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે પંડ્યા ભાઈઓની જોડી હવે એકબીજા સાથે નહીં પરંતુ એકબીજા સામે રમશે.
કૃણાલ હાર્દિક કરતા 6.75 કરોડ ઓછા ભાવે વેચાયો
કૃણાલ પંડ્યા પૈસાના મામલામાં તેના નાના ભાઈ હાર્દિક પંડ્યા કરતા ઘણો પાછળ છે. વાસ્તવમાં, હાર્દિકને ગુજરાત ટાઇટન્સે 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. જ્યારે, લખનૌ સુપર જાયન્ટ્સે કૃણાલ પંડ્યાને રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો હતો, તેની મૂળ કિંમત રૂ. 2 કરોડ હતી. તે મુજબ કૃણાલ હાર્દિક કરતા 6.75 કરોડ રૂપિયા ઓછામાં IPL 2022 નો ભાગ બન્યો છે. ગયા વર્ષની શરૂઆતમાં કૃણાલને મુંબઈ ઈન્ડિયન્સે 8.8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ઓફ ફિલ્ડ એકદમ નજીક છે, પંડ્યા બ્રધર્સ
બંને ભાઈઓ મેદાનની બહાર એકદમ નજીક છે. ક્યારેક બંને એક જ લુકમાં જોવા મળે છે. હાર્દિકની સાથે કૃણાલ પણ તેના ભત્રીજા અને હાર્દિકના પુત્ર અગસ્ત્યની ખૂબ નજીક છે. તે જ સમયે, હાર્દિક તેના ભાઈ તેમજ તેની ભાભી સાથે પણ સારું બોન્ડિંગ જાળવી રાખે છે.
આ બંનેની આઈપીએલ કારકિર્દી
હાર્દિક પંડ્યાના IPL કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી IPLની 92 મેચમાં 1476 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 91 રન છે. આ સિવાય તેણે IPLની 92 મેચમાં 42 વિકેટ પણ લીધી છે. તે જ સમયે જો કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તેણે IPLની 84 મેચમાં 1193 રન અને 51 વિકેટ ઝડપી છે. બંને ભાઈઓ અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા આવ્યા છે, પરંતુ આઈપીએલ 2022માં બંને ભાઈઓ એકબીજા સામે રમતા જોવા મળશે.
સૌથી મોટું કૌભાંડ! / ABG શિપયાર્ડે 22,842 કરોડની 28 બેંકો સાથે કરી છેતરપિંડી, CBIએ નોંધી FIR
Russia Ukraine Conflict / USAએ યુક્રેનમાં તેના દૂતાવાસને ખાલી કરવાનો આપ્યો સંકેત ; 3000 વધુ સૈનિકો ટૂંક સમયમાં પોલેન્ડ પહોંચશે
IPL Auction / મુંબઈએ ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, આ ટીમોએ સૌથી વધુ પૈસા ખર્ચ્યા, જુઓ અત્યાર સુધીની અપડેટ યાદી
Interesting Decision / કોર્ટે 3 વર્ષની દીકરી કસ્ટડી માતા-પિતાને બદલે ફ્રાન્સમાં રહેતા સાવકા પિતાને આપી, જાણો કેમ ?
IPL Auction / સૌથી મોંઘા ઓલરાઉન્ડર તરીકે વેચાયો આ શ્રીલંકન સિંહ, જાણો શું હતું કારણ