રાજકોટ/ શાપર નજીક રીક્ષામાં ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ

રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ સૂચનાના પગલે ગ્રામ્ય એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 17T131416.559 શાપર નજીક રીક્ષામાં ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ
  • રાજકોટમાં શાપર નજીકથી ઝડપાયો નશાનો કાળો કારોબાર
  • 2 કિલો ગાંજા સાથે SOG પોલીસે એક શખ્સને દબોચ્યો
  • એઝાઝ બલોચ ઓટો રીક્ષામાં કરતો ગાંજાની હેરાફેરી

Rajkot News: રાજકોટમાં શાપર નજીકથી રીક્ષામાં ગાંજો લાવતો ગોંડલનો એક શખ્સ ગ્રામ્ય સંઘની ટીમ દ્વારા પારડી પાસેથી ઝડપાયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી બે કિલો ગાંજા અને રીક્ષા સહિત રૂ.5 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં પોલીસે એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઇ બ્લોચ મકરાણી નામના આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ સૂચનાના પગલે ગ્રામ્ય એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડાને એવી બાતમી મળી હતી કે, ગોંડલમાં રહેતો એજાજ ઉર્ફે મામુ રીક્ષામાં રાજકોટથી માદક પદાર્થનો જથ્થો લઈ ગોંડલ તરફ આવી રહ્યો છે. જેથી આ બાતમીના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.ગોસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે વોચ ગોઠવી હતી.

દરમિયાન પારડી ગામ પાસે શિવશક્તિ પાન એન્ડ રેસ્ટોરન્ટ નજીક શંકાસ્પદ રીક્ષા પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. રીક્ષાચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઈ બ્લોચ(ઉ.વ 31 રહે. ગોંડલ,ગુંદાળા દરવાજા પાસે) હોવાનું જણાવ્યું હતું.

આરોપી એજાજ ઉર્ફે મામુ રીક્ષા ચલાવે છે. કોઈને શંકા ન જાય એટલે અમદાવાદ રીક્ષા લઈને ગયો હતો અને ગાંજો લઈ પરત ગોંડલ આવતો હતો. તે અગાઉ વર્ષ 2020-2021માં ગાંજા સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. ઉપરાંત તેની સામે મારામારીનો પણ ગુનો છે. આરોપીના રટણ મુજબ તે રૂ.100 અને 200માં ગાંજાની પડીકી વેચતો હતો.


whatsapp ad White Font big size 2 4 શાપર નજીક રીક્ષામાં ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા