Not Set/ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાંથી હથિયાર ખેપ સાથે બે શખ્સની ધરપકડ

સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં હથિયાર ખેપ જપ્ત થવાથી હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસે ગેરકાનૂની હથિયાર વેંચતી ગેંગનો પર્દાફાશ કરીને 2 કાર્બાઈન, 50 પિસ્તોલ અને 50 કારતુસ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગુરુવારે આ વાતની જાણકારી આપી હતી કે પકડવામાં આવેલી હથિયાર ખેપ એક ગેન્ગસ્ટરને આપવાની હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખાણ અઝીમ અને […]

Top Stories India
193delhipolicebig સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાંથી હથિયાર ખેપ સાથે બે શખ્સની ધરપકડ

સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં હથિયાર ખેપ જપ્ત થવાથી હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસે ગેરકાનૂની હથિયાર વેંચતી ગેંગનો પર્દાફાશ કરીને 2 કાર્બાઈન, 50 પિસ્તોલ અને 50 કારતુસ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગુરુવારે આ વાતની જાણકારી આપી હતી કે પકડવામાં આવેલી હથિયાર ખેપ એક ગેન્ગસ્ટરને આપવાની હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખાણ અઝીમ અને આસ મોહમ્મદના રૂપે કરવામાં આવી છે. બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

rt સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાંથી હથિયાર ખેપ સાથે બે શખ્સની ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ ના એક અધિકારીએ ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું કે સ્પેશિયલ સેલ ની એક ટીમે ગુપ્ત જાણકારી મળવા પર ઉત્તર દિલ્હીના સંત નગર વિસ્તારમાં બુધવાર રાતે આરોપીઓની ધરપકડ કરી હતી. એમને એક જાણીતાને હથિયાર આપતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના એક અધિકારીએ આગળ કહ્યું કે અમે એમની પૂછપરછ કરી રહ્યા છીએ. આગળ તપાસ ચાલી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે હથિયારને રિસીવ કરવાવાળાઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. પોલીસે આ મામલાના આતંકી એંગલ હોવાનું પણ નકાર્યું નથી. મહત્વનું છે કે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખતા દિલ્હી-એનસીઆરમાં આતંકી હુમલાની આશંકા જોતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ સમયમાં હથિયારોની આટલી મોટી ખેપ પકડાવી પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.