Not Set/ મરિના બીચ પર જ થશે કરુણા ના અંતિમ સંસ્કાર, પીએમ મોદી પહોંચ્યા ચેન્નઈ

તામિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને બરતરફ કરતા કરુણાનિધિની અંત્યેષ્ઠી મરિના બીચ પર જ કરવાની પરવાનગી આપી છે. જણાવી દઈએ કે ડીએમકે દ્વારા અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે દિવંગત સીએમને એમના રાજનીતિક ગુરુ સીએન અન્નાદુરાઈની બાજુમાં જ દફન કરવામાં આવશે. […]

Top Stories India
Karunanidhi 06 750 મરિના બીચ પર જ થશે કરુણા ના અંતિમ સંસ્કાર, પીએમ મોદી પહોંચ્યા ચેન્નઈ

તામિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને બરતરફ કરતા કરુણાનિધિની અંત્યેષ્ઠી મરિના બીચ પર જ કરવાની પરવાનગી આપી છે. જણાવી દઈએ કે ડીએમકે દ્વારા અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે દિવંગત સીએમને એમના રાજનીતિક ગુરુ સીએન અન્નાદુરાઈની બાજુમાં જ દફન કરવામાં આવશે. રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતા પ્રોટોકોલનો તર્ક આપ્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટને જણાવ્યું કે પૂર્વ સીએમની અંત્યેષ્ઠી મરિના બીચ પર નહિ કરી શકાય, પરંતુ હાઇકોર્ટે આને માન્યું નહતું.

ડીએમકેના વકીલે હાઇકોર્ટના ફેંસલા વિષે જાણકારી આપતા કહ્યું કે કોર્ટે કરુણાનિધિની અંત્યેષ્ઠી અન્નાદુરાઈ મેમોરિયલ પાસે કરવાની ડીએમકેની માંગ વાળી અરજીનો સ્વીકાર કરી લીધો છે. હાઇકોર્ટે તામિલનાડુ સરકારને કલાઇનારનું સ્મારક બનવાનો પણ આદેશ આપ્યો હતો.

કરુણાનિધિના નિધનની ખબર સાથે જ દેશના તમામ દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહીતની હસ્તીઓએ ટ્વિટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી.

બુધવારે કરુણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નઈ પહોંચી ગયા છે. તેઓ થોડી જ વારમાં કરુણાનિધિના અંતિમ દર્શન કરશે. એમના ઉપરાંત કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ચેન્નઈ પહોંચી શકે છે. સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસને પણ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી છે.