development work/ પોરબંદર-નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા, નાણાપ્રધાનની જાહેરાત

ગુજરાત સરકારે રાજ્યને બે વધુ મહાનગરપાલિકાની ભેટ આપી છે. પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. આ જાહેરાતની સાથે તે વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર આવશે. તેમને મળતી સગવડોમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 28T163418.201 પોરબંદર-નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા, નાણાપ્રધાનની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યને બે વધુ મહાનગરપાલિકાની ભેટ આપી છે. પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. આ જાહેરાતની સાથે તે વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર આવશે. તેમને મળતી સગવડોમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે બજેટ સત્રના પ્રારંભમાં જ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. તેમા નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તેમા સરકારે બે વધુ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આના પગલે રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા બની જશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં શહેરોમાં રહેતી વસ્તી અને ગામડામાં રહેતી વસ્તીનું પ્રમાણ 50-50 ટકા છે. ભાજપે સત્તા પર આવ્યા ત્યારથી શહેરીકરણને વેગ આપ્યો છે અને વધતુ જતું શહેરીકરણ ભાજપ માટે સતત ફાયદાકારક નીવડ્યું છે તે હકીકત છે. 2017માં ગુજરાતના ગામડાઓએ ભાજપને જાકારો આપ્યો હતો ત્યારે આ શહેરો જ હતા જેણે ભાજપની સત્તા બચાવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં સત્તા મેળવવાની ચાવી 17 મહાનગરપાલિકા અને બાકીની નગરપાલિકાઓમાં છે.

ગુજરાતના શહેરીકરણના મોડેલનું દેશના બીજા રાજ્યોમાં પણ અનુસરણ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પણ કહી ચૂક્યા છે કે લોકોની વધતી જતી આકાંક્ષાઓને રોકવી શક્ય નથી. તેથી ઇચ્છો કે ન ઇચ્છો શહેરીકરણ વધવાનું જ છે. તેથી રાજ્ય સરકારોએ આ માટે તેના નિયમોને યોગ્ય સ્વરૂપ આપવું રહ્યુ જેથી શહેરીકરણ યોગ્ય રીતે થાય.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ