Lightening strike/ બનાસકાંઠામાં વીજળી પડતા દાદા-પૌત્રના મોતથી અરેરાટી

ગુજરાતમાં વરસાદ ફરીથી સક્રિય થયો છે, લગભગ એક મહિના કરતાં પણ વધુ સમય પછી વરસાદ સક્રિય થયો છે. તેની સાથે-સાથે કરુણાંતિકા પણ સર્જાઈ છે.

Gujarat

બનાસકાંઠાઃ ગુજરાતમાં વરસાદ ફરીથી સક્રિય થયો છે, લગભગ Lightening strike એક મહિના કરતાં પણ વધુ સમય પછી વરસાદ સક્રિય થયો છે. તેની સાથે-સાથે કરુણાંતિકા પણ સર્જાઈ છે. શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની જોડે ખેતરમાં વીજળી પડતા દાદા-પૌત્રનું કરુણ મોત નીપજ્યું હતું. તેની સાથે ગાયનું પણ મોત થયું હતું. આ રીતે વીજળી પડવાના લીધે દાદા અને પૌત્રનું કરુણ મોત નીપજતા સમગ્ર કુટુંબમાં આઘાતનું વાતાવરણ છે.

પાલનપુરમાં આવેલા ફતેપુર ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી. પાલનપુરના ફતેપુર ગામમાં ગુલબાજી ઠાકોર નામના વૃદ્ધ તેમના ત્રણ વર્ષના પૌત્ર મિતાંશને તેડીને ઊભા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડતા Lightening strike તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  આ ઘટનામાં બંનેની બાજુમાં જ ઉભેલી ગાયનું પણ મોત થયું હતું. દાદા અને પૌત્રની મોતનું એકસાથે મોત થતાં કુટુંબમાં આઘાતનું મોજું ફેલાઈ ગયું હતું. ફક્ત એટલું જ નહી સમગ્ર ગામ પણ એક જ કુટુંબના બે મોતના લીધે ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

દાદા-પૌત્રના મોતના લીધે એક જ કુટુંબનું વર્તમાન અને ભવિષ્ય જાણે એક સાથે ખતમ થઈ ગયું હતું. હજી હમણા સુધી કિલ્લોલ કરતું કુટુંબ કાળના એક જ પ્રહારે છિન્નભિન્ન થઈ ગયું. કુદરતના આ વસમા પ્રહારે સમગ્ર કુટુંબ પર Lightening strike કારમો ઘા કરતા આખા ફતેપુર ગામમાં બધા કહે છે કે દુશ્મનને પણ આ પ્રકારનું દુઃખ ન આવે. આ કારમા ઘાના પગલે સમગ્ર ગામમાં વરસાદ ફરીથી શરૂ થયો તેનો આનંદ જતો રહ્યો હતો અને ગમગીની છવાઈ ગઈ હતી. તેમની અંતિમ યાત્રામાં ગામની કોઈપણ આંખો કોરી રહી ન હતી. ઠાકોર કુટુંબને તો હજી આઘાતનો કળ જ વળ્યો નથી. માબાપની તો આંખો સૂકાતી જ નથી, સતત ભીની રહે છે.

 

આ પણ વાંચોઃ ચરસ પકડાયું/ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના દાણચોરો માટે સ્વર્ગસમાનઃ જખૌમાંથી ફરીથી ચરસ પકડાયું

આ પણ વાંચોઃ અમરેલી/5 વર્ષના બાળકીને ફાડી ખાનાર સિંહણ પુરાઈ પાંજરે

આ પણ વાંચોઃ Ahmedabad Rains/અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

આ પણ વાંચોઃ Police/ગાંધીનગરમાં પોલીસ એકશનમાં,એક જ મહિનામાં દારૂ-જુગારના 585 કેસો નોંધ્યા,બૂટલેગરોમાં ફફડાટ

આ પણ વાંચોઃ સાળંગપુર વિવાદ/સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટ સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય આપ્યું જવલંત નિવેદન