ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો તરખાટ મચાવ્યો હતો. પરંતુ હવે ધીમી ગતિ એ પણ કોરોના નવા કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. હવે રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ ની સંખ્યા વધતી જોવા મળી રહી છે. આજે રાજ્યમાં ૧૦ હાજર કરતા ઓછા કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 9995 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 735348 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 લોકોનાં મૃત્યુ નોધાયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15365 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 609031 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 117373 છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2764 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 631 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 219 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 429 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 316 કેસ અને ગ્રામ્યમાં 306 કેસ નોંધાયા છે.
.jpg)
