Not Set/ જાણો આ છે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી મામલે બે મોટા ઘટસ્ફોટ?

એક તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી આચરનારા પર તવાઇ શરુ થઇ ગઇ છે. આ મામલ તમામ આરોપીઓને પકડવા માટે ગાંધીનગર પોલીસની 7 ટીમો એક સાથે રવાના થઇ ગઇ છે. ગાંધીનગર પોલીસે પોતાની ટીમો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ રવના કરી છે. પોલીસ દ્વારા આ મામલે  સીટ પાસેથી પણ વિગતો મંગાવાઈ છે.  પોલીસે ગૌણ સેવા […]

Top Stories Gujarat

એક તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી આચરનારા પર તવાઇ શરુ થઇ ગઇ છે. આ મામલ તમામ આરોપીઓને પકડવા માટે ગાંધીનગર પોલીસની 7 ટીમો એક સાથે રવાના થઇ ગઇ છે. ગાંધીનગર પોલીસે પોતાની ટીમો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ રવના કરી છે. પોલીસ દ્વારા આ મામલે  સીટ પાસેથી પણ વિગતો મંગાવાઈ છે.  પોલીસે ગૌણ સેવા પસંદગી મંડળને મળેલી ફરીયદોની માહિતી મંગાવી છે.

બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષામાં થયેલ ગેરરીતી મામલે પોલીસ દ્વારા ફેર તપાસ માટે કુલ 11 મોબાઇલ FSLમાં મોકલાયા છે. આ તમામ 11 મોબાઇલ ગુજરાતનાં જ હોવાનું બહાર આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, ગાંધીનગર સેકટર -7 પોલીસ સ્ટેશનમાં ગૌણ સેવા પસંદગી મંડળનાં સેક્રેટેરી દ્વારા એફઆઇઆર નોંધાવાઇ છે. સેકટર -7 ના પીઆઇ વાધેલાને આ મામલે તપાસ સોંપાઇ છે. પોલીસે 7 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. અને કુલ 11 મોબાઇલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે.  પોલીસ, સીટનાં અને એફએસએલનાં રિપોર્ટને આધાર નહી માને.

સીટનો રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટને માત્ર ઇન્કવાયરી રિપોર્ટ મનાતા હોવાને કારણે પોલીસ દ્વારા ગુના સંદર્ભે ફરીથી FSLમાં તપાસ કરાવવામાં આવી રહી છે. તપાસમાં ખૂલી શકે છે કે, તમામ 11 મોબાઇલ માલિકોને પેપર કોની પાસેથી મળ્યા છે અને તેના નામ શું છે વગેરે વિગતો.

પોલીસ દ્વારા આ કાર્યવાહિ કરવામાં આવતા. જોકે, ગેરરિતી સામે આંદોલન છેડનાર વિદ્યાર્થી ઓના પેટમાં તેલ રેડાયું છે. પોલીસના એફ.એસ.એલ રિપોર્ટ અને સીટના એફ.એસ.એલ રિપોર્ટ સરખા આવશે કે કેમ ? ગુનેગારો સરકાર ની નજીકનાં જ મનાઇ રહ્યા છે, ત્યારે ગુના સંદર્ભે થનાર એફએસએલનાં તપાસ રિપોર્ટ બદલાઇ જવાની વિદ્યાર્થીઓને દહેશત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.