Porbandar News: પોરબંદર (Porbandar)ના ગ્રામીણ વિસ્તારો માટે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ (G.M.E.R.S. Medical College)ના વિદ્યાર્થીઓ સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે. ‘ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ’ (Family Adoption Program) હેઠળ 293 ભાવિ તબીબોએ જિલ્લાના 9 ગામોના 1,266 પરિવારોને દત્તક લઈ તેમના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારી છે.
₹600 કરોડના ખર્ચે કાર્યરત આ કોલેજના માધ્યમથી હવે છેવાડાના પરિવારોને ઘરઆંગણે જ નિષ્ણાત તબીબી સારવારનો લાભ મળી રહ્યો છે. તો ચાલો જોઈએ, કેવી રીતે આ યુવા ડોક્ટરો ગ્રામીણ સ્વાસ્થ્ય સેવામાં પરિવર્તન લાવી રહ્યા છે.

પોરબંદર (Porbandar) મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય રક્ષક
પોરબંદર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ હવે હોસ્પિટલની સાથે સીધા ગામડાઓ (Villages) સાથે જોડાયા છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભડ, મિત્રાળા, બખરલા અને ધરમપુર સહિતના નવ ગામોમાં ‘સ્વાસ્થ્ય રક્ષક’ (Swasthya Rakshak) તરીકે મોરચો સંભાળ્યો છે. આ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થીએ ચોક્કસ પરિવારોને દત્તક લીધા છે, જેથી ગ્રામીણોને સામાન્ય બીમારીઓ માટે શહેર સુધી લાંબા થવું ન પડે.

દર ત્રણ મહિને દત્તક લીધેલા પરિવારોની મુલાકાત
તબીબી વિદ્યાર્થીઓ દર ત્રણ મહિને દત્તક લીધેલા પરિવારોની મુલાકાત લઈ બ્લડ પ્રેશર, શુગર અને હિમોગ્લોબિન (Blood Pressure, Sugar and Hemoglobin) જેવી પાયાની તપાસ સ્થળ પર જ કરે છે. ડાયાબિટીસ અને એનીમિયા જેવા રોગોનું વહેલું નિદાન કરી જીવનશૈલી સુધારવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ થતી આ પ્રક્રિયાથી ગ્રામીણ સ્તરે જ ‘પોઈન્ટ ઓફ કેર’ સુવિધા ઉપલબ્ધ થઈ છે, જ્યાં પરિવારો નિઃસંકોચ પોતાની આરોગ્ય સમસ્યાઓ રજૂ કરી શકે છે.

ગ્રામીણોને આયુષ્માન કાર્ડ નો લાભ લેવા માટે પણ જાગૃત કરે છે
સ્વાસ્થ્ય તપાસની સાથે આ વિદ્યાર્થીઓ ગ્રામીણોને આયુષ્માન કાર્ડ (Ayushyaman Card) જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ જાગૃત કરી રહ્યા છે. આ પહેલથી મેડિકલ વિદ્યાર્થીઓને ક્ષેત્ર કાર્યનો પ્રત્યક્ષ અનુભવ મળી રહ્યો છે અને ગ્રામીણ જનતાને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવા. મેડિકલ કોલેજનો આ પ્રયાસ સામાજિક જવાબદારી નિભાવવાની સાથે પોરબંદરના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની નવી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ
આ પણ વાંચો: પોરબંદરના મંડેર ગામે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી
આ પણ વાંચો: “પોરબંદર, ગોધરા, મોરબી સહિત 14 હોસ્પિટલોમાં વિશ્રામગૃહ (રેન બસેરા): ગુજરાત કેબિનેટ નિર્ણય
