Gandhinagar News: રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેતીને થયેલા વ્યાપક નુકસાન મુદ્દે ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માંગ કરી છે. સંઘે જણાવ્યું છે કે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને નદીઓના વહેણ બદલાવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઉભા પાકને મોટું નુકસાન થયું છે.
ખાસ કરીને બટાકાના પાકને ભારે અસર પહોંચી હોવાનું સંઘે જણાવ્યું છે. ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કૃષિ ઉત્પાદનોને પણ નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે ખેતીના ખર્ચમાં વધારો થયો છે અને ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય કિસાન સંઘની ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ | Assistance to farmers for rain damage
ભારતીય કિસાન સંઘે (Bharatiya Kisan Sangh)સરકારને વિનંતી કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર તેમજ સહાય આપવામાં આવે. સંઘે પાક નુકસાનીના આધારે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અને ખેડૂતો (Farmersને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવા પણ માંગ કરી છે.
સંઘના મતે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સ્થિતિને કારણે કૃષિ ક્ષેત્ર પર ગંભીર અસર પડી છે. જો સમયસર સહાય નહીં મળે તો ખેડૂતોને આગામી વાવેતર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવી જોઈએ.
આ પણ વાંચો:પાક નુકસાની સામે અન્ન્દાતાઓને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, વધુમાં વધુ આટલું વળતર મળશે
આ પણ વાંચો:કલેક્ટરને 8 ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર : પાક નુકસાનીનું વળતર અને સંપૂર્ણ દેવા માફીની માગ
આ પણ વાંચો:રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપીના ખોડતળાવ ગામે પાક નુકસાનીનો તાગ મેળવ્યો
