Not Set/ સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પરિચિત પાડોશીએ જ આચર્યુ દુષ્કર્મ, આરોપીની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ,  સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ફક્ત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયો છે જો કે આ ઘટના આજે સવારે બની હતી અને ચોક્વાનારી વાત તો એ છે કે માતાની નજર સામે જ પરિચિત પાડોશીએ બાળકીને બીસ્કીટ અને ચેવડો આપવાની લાલચ આપીને ઉપાડી ગયો […]

Gujarat Surat

મંતવ્ય ન્યૂઝ, 

સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ફક્ત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયો છે જો કે આ ઘટના આજે સવારે બની હતી અને ચોક્વાનારી વાત તો એ છે કે માતાની નજર સામે જ પરિચિત પાડોશીએ બાળકીને બીસ્કીટ અને ચેવડો આપવાની લાલચ આપીને ઉપાડી ગયો હતો અને પોતાના રૂમમાં જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આજુ બાજુના લોકોમાં રોષની લાગણી ફલાય ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા  પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ તેની પર આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

આ ઘટનાથી સવાલ એ થાય છે કે ફક્ત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આર્ચયો છે તો શું નાના બાળકો પણ હવે સલામત નથી? તો હવે કોની ઉપર ભરશો કરવો તે પણ એક સવાલ લોકોના મનમાં થાય છે.