તુર્કીના એક પહાડ પર કેબલ કાર અકસ્માતમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા. બધા લાંબા સમય સુધી હવામાં લટકતા રહ્યા. માહિતી મળતાની સાથે જ તુર્કીના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. શનિવારે હેલિકોપ્ટર અને હાઈ ક્રેનની મદદથી હવામાં લટકેલા લોકોને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગત શુક્રવારે આ કેબલ કારની એક ટ્રોલી થાંભલા સાથે અથડાઈ હતી અને તૂટી ગઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા.
ગૃહ પ્રધાન અલી યર્લિકાયાએ શનિવારે બપોરે બચાવ કામગીરી સફળ રીતે પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બચાવ અભિયાનમાં 607 સર્ચ અને રેસ્ક્યુ કર્મચારીઓ અને 10 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, તુર્કીની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી એએફએડી, કોસ્ટ ગાર્ડ ટીમ, ફાયર બ્રિગેડ અને દેશના વિવિધ ભાગોમાંથી પર્વત બચાવ ટીમો પણ આ ઓપરેશનમાં સામેલ હતી. આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ 5:30 વાગ્યે અંતાલ્યા શહેરની બહાર તુનકટેપ કેબલ કારમાં બની હતી.
10 હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે
કેબલ કારમાં સવાર લોકોને 10 હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા હતા. કેટલાય કલાકોની બચાવ કામગીરી બાદ હવામાં લટકેલા લોકોને નીચે લાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી ‘અનાદોલુ’ના સમાચાર અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ 54 વર્ષીય તુર્કીના નાગરિક તરીકે થઈ છે. સમાચાર મુજબ ઘાયલોમાં છ તુર્કી અને એક કિર્ગીઝ નાગરિકનો સમાવેશ થાય છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું
આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર
આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર