Patna News ; ભાજપનું ઘોષણાપત્ર બહાર પડાયા બાદ મોદી કેબિનેટના મિનીસ્ટર સાસંદ આર કે સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દેશની અંદર કોઈપણ સંજોગોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈને રહેશે.
આરકે સિંહે કહ્યું કે કોઈ વિચાર્યું પણ નહી હોય કે કલમ 370 દૂર થશે, પરંતુ અમે તે દૂર કરી. ત્યારબાદ આતંકવાદને ખતમ કરવાની કોઈ કલ્પના પણ કરી ન હતી, આજે તેને પણ કડક જવાબ આપાયો છે. આ છે અમારી સરકાર મતલબ ભાજપની સરકાર. આ જ છે મોદીની ગેરેન્ટી. અમે લોકો જે કહીએ છે તે કરીએ છીએ.
બાજપે લોકસભાની ચૂંટણી માટે આજે પોતાનો સંકલ્પ પત્ર મોદીની ગેરેન્ટી 2024 બહાર પાડ્યો હતો. સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ આ ચાર વર્ગોમાંથી એક એક વ્યક્તિને આ સંકલ્પ પત્ર સોંપ્યુ હતું. મોદીએ કહ્યું કે 10 વર્ષમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રના દરેક બિંદુને ગેરેન્ટીના રૂપમાં જમીન પર ઉતાર્યું છે. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને ખેડૂત આ તમામને સશક્ત બનાવે છે.
આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં ભાજપ તાકાત બતાવશે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રવાસ નક્કી થવાનો બાકી
આ પણ વાંચો:ભાજપને સૌથી મોટુ દાન આપનાર મેઘા એન્જિનયરિંગ કંપની પર CBIની કાર્યવાહી
આ પણ વાંચો:ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ