Not Set/ અયોધ્યા વિવાદ : CJIએ કહ્યું – શેડ્યૂલ બદલાશે નહીં, 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરાશે

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ સુનાવણીનો આજે 33 મો દિવસ સીજેઆઈ દ્વારા 18 ઓક્ટોબર સુધી આપવામાં આવ્યો સમય મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવી જોઈએ, નહીં તો ટૂંક સમયમાં નિર્ણય લેવાની સંભાવના બહુ ઓછી થઈ શકે છે. […]

Top Stories India
સુપ્રીમ અયોધ્યા વિવાદ : CJIએ કહ્યું - શેડ્યૂલ બદલાશે નહીં, 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરાશે
  • સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ સુનાવણીનો આજે 33 મો દિવસ
  • સીજેઆઈ દ્વારા 18 ઓક્ટોબર સુધી આપવામાં આવ્યો સમય
  • મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.

ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવી જોઈએ, નહીં તો ટૂંક સમયમાં નિર્ણય લેવાની સંભાવના બહુ ઓછી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિર્ણાયક સુનાવણી ચાલી રહી છે. શુક્રવારે આ સુનાવણીનો 33 મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ દ્વારા એએસઆઈ રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં દલીલ ચાલી રહી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવી જોઈએ, નહીં તો ટૂંક સમયમાં નિર્ણય લેવાની સંભાવના ઓછી હોઇ શકે છે.

શુક્રવારની સુનાવણી:

02.07 PM: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ફરી એક વખત ગુસ્સે થયા. તેમણે મુસ્લિમ પક્ષના વકીલ શેખર નાફડેને ટોકયા હતા, અને કહ્યું કે  શેડ્યૂલ પ્રમાણે કાર્યવાહી  ચાલતી નથી. તેમણે કહ્યું કે અમે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરીશું નહીં, તમામ પક્ષકારોએ તેમની ચર્ચા 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવી જોઈએ.

સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશે, મુસ્લિમ પક્ષોના વકીલ શેખર નાફાડેને પૂછ્યું કે તમે ક્યારે તમારી રજૂઆત પુરી કરશો?  આ અંગે, તેમણે જવાબ આપ્યો કે મેં 2 કલાક માંગ્યા છે, પરંતુ તે ફક્ત 45 મિનિટ જ થઈ છે. પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમારી દલીલ પૂરી થઈ.

દરમિયાન, શેખર નાફડેએ કહ્યું કે મને ચર્ચા પૂરી કરવા માટે વધુ 30 મિનિટ આપવામાં આવશે, પરંતુ કોર્ટે તેમની વાત સાંભળી નહીં. હવે સોમવારે શેડ્યૂલ મુજબ હિન્દુ પક્ષ રજૂઆત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.