G20 Summit 2023/ ભારતીય સંસ્કૃતિના દીવાના થયા વિદેશી મહેમાનો, આ મહિલાઓ જોવા મળી ભારતીય સાડીમાં

નવી દિલ્હીમાં G20 સમિટ ચાલી રહી છે, જેમાં વિદેશી ઘણા મહેમાનોનું ખુબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક મહેમાનો માટે જાતભાતના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

G-20 Top Stories India
Indian sarees

નવી દિલ્હીમાં G20 સમિટ ચાલી રહી છે, જેમાં વિદેશી ઘણા મહેમાનોનું ખુબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક મહેમાનો માટે જાતભાતના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ  બાદ રાત્રી ભોજનનું આયોજન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવધ વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનો માટે આ રાત્રી ભોજનમાં ખાસ બાજરીના રોટલા તથા બાજરીની વાનગીઓ નો  સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બધાનું ધ્યાન ખેચે તેવી ખાસ વાત એ હતી કે આ ડીનરમાં આવેલી વિદેશી મહિલાઓ પણ ભારતીય મહિલાઓની જેમ પરંપરાગત પહેરવેશ સાડી પહેરીને આમાં ભાગ લીધો હતો.

કોણ કોણ જોવા મળ્યું સાડીમાં

આ ડિનરમાં પધારેલ મહેમાનોમાંથી જાપાનના વડાપ્રધાન ફ્યુંમીયો કિશિદાની પત્ની અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથના પત્ની પણ સાડીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બંગાની પત્ની રિતુ બંગા પણ સાડીમાં જોવા મળી હતી. આ સિવાય કબિતા રામદાની પણ સાડીમાં જોવા મળી હતી.

બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ હસીના પણ આ રાત્રી ભોજનમાં સાડી પહેરીને જોવા મળ્યા હતા. આ સાથે મળતી માહિતી અનુસાર આ ડિનરમાં 180 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ડીનર તૈયાર કરવા માટે 2500 જેટલો સ્ટાફ તૈયાર હતો. સાથે જ આ ડિનરમાં તેઓને મ્યુજિકલ જર્ની ઓફ ભારતનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આટલું જ નહિ જ્યાં આ વ્યસ્વ્થા કરવામાં આવી હતી ત્યાંની સજાવટ પણ ખુબ જ શાનદાર રીતે કરવામાં આવી હતી.

આ પણ વાંચો:G20 Summit 2023/બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા અક્ષરધામ મંદિર,

આ પણ વાંચો:G20 Summit/‘G-20ના મહેમાનોથી સત્ય છુપાવવાની જરૂર નથી’ – રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું?

આ પણ વાંચો:G20 Summit/G20 ડેકોરેશનમાં દેખાય છે ભારતીય સંસ્કૃતિની પરછાઈ … જાણો ભારત મંડપમ સાથે જોડાયેલી 10 બાબતો

આ પણ વાંચો:G20 Summit 2023/25 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રોકાતા હતા વિદેશી મહેમાનો, હવે કેમ બુક થાય છે હોટેલ?