Ahmedabad News/ લ્યો.. બોલો હવે સમોસામાંથી નીકળી ગરોળી,બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણી રૂપ કિસ્સો

મહિલાએ વેજલપુરમાં આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસા ખરીદ્યા હતા. જ્યારે તેણીએ ઘરે જઈને સમોસા ખાવા માટે ચટણી ખોલી, ત્યારે તેમાં મૃત ગરોળી

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં બહારનું ખાવાના શોખીન લોકો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સ્થાનિક દુકાનમાંથી સમોસા ખરીદ્યા હતા, પરંતુ ઘરે લઈ જતી વખતે તેને આ નાસ્તામાંથી મૃત ગરોળી મળી આવી. આ બનાવને કારણે ન માત્ર મહિલા નહીં પણ આસપાસના લોકોમાં પણ ચોંકી ગયા છે.

[fvplayer id=”81″]

સમોસામાંથી નીકળી ગરોળી

માહિતી અનુસાર, મહિલાએ વેજલપુરમાં આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસા ખરીદ્યા હતા. જ્યારે તેણીએ ઘરે જઈને સમોસા ખાવા માટે ચટણી ખોલી, ત્યારે તેમાં મૃત ગરોળી જોવા મળી. આ દ્રશ્ય જોઈને મહિલા સ્તબ્ધ રહી ગઈ

AMCમાં ઓનલાઇન ફરિયાદ

આ ઘટના બાદ મહિલાએ તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં સ્પષ્ટ લખાયું હતું કે દુકાનમાંથી મળેલી ચટણીમાંથી મૃત ગરોળી મળી આવી છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે. મહિલાએ તંત્રને આ બાબતની કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

[fvplayer id=”82″]

ખાવાના શોખીન માટે ચેતવણી

આ ઘટના બહારનું ખાવાના શોખીન લોકો માટે એક મોટું ચેતવણીરૂપ ઘટના છે. શહેરમાં અનેક ખાદ્ય દુકાનોમાં સ્વચ્છતાના ધોરણોનું પાલન થતું નથી, જેના કારણે આવાં બનાવો બનતા રહે છે. ચટણી, સોસ કે અન્ય ખાદ્ય પદાર્થોમાં જીવજંતુઓ મળી આવવાનાં બનાવો અગાઉ પણ સામે આવ્યા છે, પરંતુ યોગ્ય નિયંત્રણ ન હોવાથી પરિસ્થિતિ યથાવત છે.

AMC તંત્રની કાર્યવાહી

મહિલાની ફરિયાદ બાદ AMCની આરોગ્ય શાખા દુકાનની તપાસ માટે સક્રિય થઈ ગઈ છે. ટીમે દુકાનની ચટણી અને ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. જો ખાદ્યસામગ્રીમાં ગંદકી અથવા પ્રદૂષણ સાબિત થશે, તો દુકાનદાર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ખાદ્ય સલામતી કાયદાનું ઉલ્લંઘન

ખાદ્ય સલામતી કાયદા અનુસાર કોઈપણ હોટેલ, રેસ્ટોરન્ટ અથવા દુકાનદાર ગ્રાહકોને અશુદ્ધ, અસ્વચ્છ અથવા પ્રદૂષિત ખોરાક પૂરું પાડે છે તો તેની સામે કડક પગલાં લેવાય શકે છે. દુકાનનો લાયસન્સ રદ્દ કરવો, દંડ ફટકારવો અથવા કાયદેસરની કાર્યવાહી કરવી એ તંત્રના અધિકારમાં આવે છે.

ગ્રાહકોમાં ભય અને આક્રોશ

આ ઘટનાના પગલે ગ્રાહકોમાં ભયનું વાતાવરણ છે. સામાન્ય નાસ્તામાં પણ જીવજંતુ મળી આવે તેવો બનાવ ચિંતાજનક છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આવો પ્રદૂષિત ખોરાક ગંભીર બિમારીઓને આમંત્રણ આપી શકે છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તંત્રને સખ્ત પગલાં લેવાની અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના વટવા સ્થિત ગ્રીન કો-ઓપ પોલમાં 18 પદો માટે 37 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો:અમદાવાદના બારેજામાં એક જ રાતમાં 16થી વધુ દુકાનોમાં ચોરી, વેપારીઓમાં રોષ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો, શ્યામલ ચોકડી પાસે કાર અકસ્માત