Not Set/ કુચાવાડા નજીક ત્રિપ્પલ અકસ્માતમાં 4ના મોત,લગ્નનો પ્રસંગ ફેરવાયો માતમમાં

ડીસા, ડીસામાં થયેલા ત્રિપલ અકસ્માતના મામલે અમીરગઢ બજાર બંધ રખાયું છે. આ અકસ્માતમાં અમીરગઢના બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, કુલ 4 વ્યક્તિ આ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડીસા મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી […]

Top Stories Gujarat Others

ડીસા,

ડીસામાં થયેલા ત્રિપલ અકસ્માતના મામલે અમીરગઢ બજાર બંધ રખાયું છે. આ અકસ્માતમાં અમીરગઢના બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, કુલ 4 વ્યક્તિ આ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડીસા મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે બે લોકો બળીને ખાખ થઈ ગયા હતાં.

મોડી રાત્રે પુત્રના લગ્ન કરાવી પરત ફરી રહેલા માતા,પિતા અને બહેન સહિત 4 લોકોના કરૂણ મોત થયા છે. જેના કારણે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ છે.

સ્થાનિક લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.  મૃતકોના નામ – 1. મુરાદખાન પઠાણ 2. આઈશાબાનું પઠાણ 3. અજાણ્યો ટ્રક ડ્રાઈવર 4. અજાણ્યો કંડકટર

ડ્રાઈવર અને ક્લિનર જીવતા ભડથું થયા હતા. જ્યારે પોતાના પુત્રના લગ્ન કરી પરત ફરતા સ્વીફ્ટ ગાડીમાં બેઠેલા મુસ્લિમ પરિવારના પિતા ,પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે માતા ગંભીર છે. જે પુત્રીનું મોત થયું છે તેના આવતીકાલે લગ્ન હતા.