- પાટણમાં LCBના 4 પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ FIR
- વેપારીઓને માર મારવા મુદ્દે નોંધાઈ FIR
- વામૈયાના બે યુવાનોને મારવામાં આવ્યો હતો માર
- સમગ્ર મામલે સિદ્ધપુર ડીવાયએસપી કરી રહયા હતા તપાસ
- પોલીસકર્મીના ભાઈને કાર પાર્ક ન કરવા દેવાનો મુદ્દો
- કાર પાર્ક કરવાની ના પાડતા બે યુવકોને મરાયો ઢોર માર
- પાટણના સરદાર કોમ્પલેક્ષ આગળ બની હતી ઘટના
- LCB PI, 3 પોલીસકર્મી સહિત કુલ 5 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો
ગુજરાતના પાટણ જિલ્લામાંથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં એલસીબીના 4 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સરદાર કોમ્પલેક્ષ પાસે પોલીસકર્મીના ભાઇને કાર પાર્ક ન કરવા દેવાના મામલે બે યુવકોને એલસીબીએ ઢોરમાર માર્યો હતો. આ યુવકનો ઢોર માર મારતા વિવાદ ખુબ વકર્યો હતો અને પાટણ બી ડિવિઝનમાં યુવકોએ એલસીબી પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી. એલસીબીના પીઆઇ અને 3 પોલીસકર્મીઓ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ આ કેસની તપાસ ડિવાયએસપી કરી રહ્યા છે. પોલીસ ફરિયાદના આધારે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.