Not Set/ અવાવરું કૂવામાંથી મળી આવ્યો સરકારી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો, મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ આરોગ્ય કેન્દ્રમાંથી ભાગ્યા

થરાદ, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામે ગુજરાત સરકાર દ્વારા લાખોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે અને આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને મફત સારવાર અને દવાઓ સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતી હોવાથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર,ફાર્મસીસ્ટ,ક્લાર્ક,એફ એચ ડબ્લ્યૂ સિસ્ટર,અને પટાવાળો સહિત પૂરતો સ્ટાફ સરકાર દ્વારા મુકવામાં આવેલ છે […]

Top Stories Gujarat Others
mantavya અવાવરું કૂવામાંથી મળી આવ્યો સરકારી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો, મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ આરોગ્ય કેન્દ્રમાંથી ભાગ્યા

થરાદ,

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામે ગુજરાત સરકાર દ્વારા લાખોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે અને આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને મફત સારવાર અને દવાઓ સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતી હોવાથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર,ફાર્મસીસ્ટ,ક્લાર્ક,એફ એચ ડબ્લ્યૂ સિસ્ટર,અને પટાવાળો સહિત પૂરતો સ્ટાફ સરકાર દ્વારા મુકવામાં આવેલ છે અને તમામનો માસિક પગાર પણ રાજ્ય સરકાર પૂરો પાડે છે.

mantavya 2 અવાવરું કૂવામાંથી મળી આવ્યો સરકારી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો, મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ આરોગ્ય કેન્દ્રમાંથી ભાગ્યા

છતાં ગુરુવારના રોજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલો દવાનો જથ્થો જેતડાથી રાહ ગામ તરફ જવાના રસ્તાની સાઇડમાં આવેલ એક અવાવરું કૂવામાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. આ બાબતે મંતવ્ય ન્યૂઝને જાણ થતાં મંતવ્ય ન્યૂઝ ટિમ ઘટના સ્થળે પહોંચતા પુરાવાનો નાશ થઈ રહ્યો હતો.

mantavya 3 અવાવરું કૂવામાંથી મળી આવ્યો સરકારી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો, મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ આરોગ્ય કેન્દ્રમાંથી ભાગ્યા

મહિલા પુરુષ અને એક બાળક દ્વારા કૂવામાં નાખેલા દવાના જથ્થા પર માટી નાખવામાં આવી રહી હતી પરંતુ કેમેરા ચાલુ કરતા એ લોકો કામ બંધ કરી ભાગવાની કોશિસ કરતા તેઓને પુછતા જણાવ્યું હતું કે, સાહેબ અમારા ફોટાના પાડો અમને તો ડોકટરે મુક્યા છે અને માટી નાખવાની મજુરી આપવાનું કહી અમે મજુરીથી કામ કરી રહ્યા છીએ અને કામ બંધ કરી ભાગી ગયાં હતાં.

mantavya 1 અવાવરું કૂવામાંથી મળી આવ્યો સરકારી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો, મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ આરોગ્ય કેન્દ્રમાંથી ભાગ્યા

અગાઉ પણ વાવના સરહદિ વિસ્તારના માવસરી ગામે આવેલ  પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરતા સ્ટાફ હાજર ન હતો અને દવાનો જથ્થો સોસ કૂવામાં ફેંકાયેલો જોવા મળી આવ્યો હતો. ટીએચઓએચવી જેપાલ  સમ્પર્ક કરતા તપાસ કરવા ગલાતલા કર્યા હતા ત્યારે ફરી જેતડા ગામે પણ દવાનો મોટો જથ્થો ફેંકવામાં આવ્યો છે સરકારને પાયમાલ અને ગરીબ પ્રજાની હાય લેનારા આવા અધિકારીઓ સામે કેમ તપાસ કરવામાં આવતી નથી.

    ફેંકવામાં આવેલ દવાઓના નામ

હેમોડ્રિપ-L.R( ફોલિક એસિડ)એક્સપાય ડેટ 10/2019

કેલ્શિયમ ગ્લુકોનએટ એન્ડ વિટામિન D 3 -11/2019

આઇરોન એન્ડ ફોલિક એસિડ(આઇ પી બ્લ્યુ ifa લાર્જ) 2/2020

લેશન એન્ડ ફોલિક એસિડ સિરપ(ip) 11/2018

ઓરલ રિહાઇડ્રેસન સાલટ આઇ.પી(ઓ આર એસ)11/2019

ઝીંક સાલ્ફેટ ડિસપારસીબલ ટેબ્લેટ((આઇ પી)10/2018

પેરાસીટામોલ ટેબ્લેટ

અલબેનડા ઝોલ(આઇ પી)જાનયુઆરી 2020

તેમજ અન્ય કંપનીઓ ની દવાઓ અવાવરું કૂવામાં નાખી દેવામાં આવી છે આ બાબતે રાજ્યના આરોગ્યમંત્રી તેમજ કમિશ્નર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક સરકારી દવાખાનાઓની પોલ ખુલશે.