Surendranagar/ જિલ્લાનાં વઢવાણ-લખતર રોડ પર ઉભેલા ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર વઢવાણ – લખતર રોડ પર પંચર પડી જવાથી બંધ પડેલ ટ્રકની પાછળ ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયુ હતુ. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતા અનવરભાઇ ખમીસાભાઇ સુમરા ટ્રક લઇને મહેસાણા જિલ્લાના વડગામ તાલુકાના ધનાલી જવા […]

Gujarat Others
qaweds 19 જિલ્લાનાં વઢવાણ-લખતર રોડ પર ઉભેલા ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

વઢવાણ – લખતર રોડ પર પંચર પડી જવાથી બંધ પડેલ ટ્રકની પાછળ ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયુ હતુ. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.

દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતા અનવરભાઇ ખમીસાભાઇ સુમરા ટ્રક લઇને મહેસાણા જિલ્લાના વડગામ તાલુકાના ધનાલી જવા નીકળ્યા હતા. ત્યારે બુધવારના રોજ રાત્રે ટ્રકમાં પંચર પડતા વઢવાણ-લખતર હાઇવે પર શ્રીરામ પેપર મીલ પાસે તેઓ નીચે ઉતરી જેક લગાવી ટ્રકનું ટાયર બદલતા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે બંધ ટ્રક પાછળ ધડાકાભેર અકસ્માત સર્જતા અનવરભાઇ સુમરાને ઇજાઓ પહોંચી હતી. આથી લખતર 108ના પાયલોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇ.એમ.ટી મુજપરા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જઇ ઘાયલોને ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા.

જ્યાં ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને સારવાર કારગત નિવડે પહેલા મૃત્યુ થયુ હતુ. જ્યારે ટ્રક પાછળ અથડાયેલ ડમ્પરના કેબીનનો પણ કચ્ચર ઘાણ વળી જતા તેમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. આથી લખતર અને વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી બુરી રીતે ફસાયેલ ડ્રાઇવરને મહામહેનતે બહાર કાઢ્યો હતો. બનાવની મૃતકના પિતરાઇ ભાઇ રહીમભાઇ કાસમભાઇ સુમરાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શકિતસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો