Dahod News : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલ પદ્મનાથ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરોએ મંદિરના પાછળના દરવાજાને તોડી મોટી ચોરી (Theft) નેઅંજામ આપ્યો છે.

ચોરોએ મંદિરમાંથી 1 કિલોની ચાંદીની ટોપી, 500 ગ્રામ ચાંદીનો લોટ, ભગવાન વિષ્ણુની અંદાજે 2.5 કિલો વજનની મૂર્તિ, દોઢ કિલોની શેષનાગ શૈયાવાળી વિષ્ણુ મૂર્તિ અને શાલીગ્રામની ચોરી (Theft) કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સવારે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ચોરી (Theft) ની ઘટનાની જાણ થતાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.LCB દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્કવોડની મદદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે
