Ahmedabad News : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી યુવક અને યુવતી મૃત (Couple Death)હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ (Chandkheda Hotel)કુમકુમમાં યુવક અને યુવતી રોકાયા હતા. લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. ત્યારબાદ મેનેજરની હાજરીમાં રૂમ ખોલતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકોની ઓળખ પટેલીયા જયદીપ અને ડામોર નીતા તરીકે થઈ હતી. બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવતી અમદાવાદમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી હતી.
પ્રાથમિક તપાસમાં ઘટનાના પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. તેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર(Santarampur)ના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ કુમકુમમાં યુવક અને યુવતી રોકાયા હતા. લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. ત્યારબાદ મેનેજરની હાજરીમાં રૂમ ખોલતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકોની ઓળખ પટેલીયા જયદીપ અને ડામોર નીતા તરીકે થઈ હતી. બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવતી અમદાવાદમાં રહી નર્સિંગનો (Nursing Student)અભ્યાસ કરતી હતી.
પ્રાથમિક તપાસમાં ઘટનાના પાછળ પ્રેમસંબંધ (Love Affair)કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. તેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
