Ahmedabad News/ અમદાવાદ ભાડજમાં BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોએ 30,000થી વધુ વૃક્ષો વાવ્યાં

અમદાવાદ (Ahmedabad)ના ભાડજ ખાતે રવિવારે સવારે 8:00 થી 12:00 દરમિયાન ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ (Tree Plantation)કાર્યક્રમ યોજાયો

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ (Ahmedabad)ના ભાડજ ખાતે રવિવારે સવારે 8:00 થી 12:00 દરમિયાન '5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ' અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ (Tree Plantation)કાર્યક્રમ યોજાયો.

 

Ahmedabad News  : અમદાવાદ (Ahmedabad)ના ભાડજ ખાતે રવિવારે સવારે 8:00 થી 12:00 દરમિયાન ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ (Tree Plantation)કાર્યક્રમ યોજાયો. ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકો (1100 Volunteers)એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્વયંસેવકોએ સુવ્યવસ્થિત આયોજન સાથે કુલ 30,000થી વધુ નવા વૃક્ષો (30000 Trees)નું વાવેતર કરીને હરિત પર્યાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળીનું સંવર્ધન અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ આપવાનો છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, વ્યસનમુક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક સેવાકાર્યોમાં સતત કાર્યરત છે. ‘બીજાના સુખમાં આપણું સુખ’ના જીવનમંત્રને સાકાર કરતાં સંસ્થાના સ્વયંસેવકો સમાજહિતના વિવિધ કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવથી જોડાયેલા રહે છે.

આ પ્રસંગે BAPSના સ્વયંસેવકોએ વૃક્ષારોપણ ઉપરાંત વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હરિત ભારતના નિર્માણ માટે સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ ના આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : ગુજરાતમાં વૃક્ષારોપણ પર પ્રશ્નચિહ્ન: કરોડો ખર્ચ છતાં રોપાઓનો નાશ

આ પણ વાંચો : બાવળના કેશરડી ગામમાં વનકવચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : મુખ્યમંત્રીના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ…