kisan andolan/ રાકેશ ટિકૈતને વિદ્યાર્થીનીએ પૂછ્યું- ક્યાંક લાલ કિલ્લાવાળી ઘટના પાછળ તમે તો નથી ને, મળ્યો આ જવાબ

કૃષિ કાયદા સામે દિલ્હીની બોર્ડર પર મહિનાઓ સુધી જામ લગાવીને બેઠેલા પ્રદર્શનકારીઓ સામે ગુસ્સો હવે સતત વધી રહ્યો છે. એક માર્ચે ઝાડૌદા બોર્ડર પર લાગેલા બેરિકેડના પગલે પરેશાન ગ્રામીણોએ પ્રદર્શનકારીઓની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, શુક્રવારે ઢાંસા બોર્ડર પર હરિયાણાની એક છાત્રાએ ધરણા-પ્રદર્શન સહિત અન્ય સવાલ રાકેશ ટિકૈતને પૂછવા લાગી તો ટિકૈત નિરુત્તર દેખાયા. તેના […]

India

કૃષિ કાયદા સામે દિલ્હીની બોર્ડર પર મહિનાઓ સુધી જામ લગાવીને બેઠેલા પ્રદર્શનકારીઓ સામે ગુસ્સો હવે સતત વધી રહ્યો છે. એક માર્ચે ઝાડૌદા બોર્ડર પર લાગેલા બેરિકેડના પગલે પરેશાન ગ્રામીણોએ પ્રદર્શનકારીઓની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, શુક્રવારે ઢાંસા બોર્ડર પર હરિયાણાની એક છાત્રાએ ધરણા-પ્રદર્શન સહિત અન્ય સવાલ રાકેશ ટિકૈતને પૂછવા લાગી તો ટિકૈત નિરુત્તર દેખાયા. તેના સવાલોના જવાબ ટિકૈત ન આપી શક્યા અને ઉલટા ત્યાં બેઠેલી પ્રદર્શનકારી છાત્રાને નામ, સરનામું પુછવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઘટના એવી છે કે ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત લગભગ સાડા અગ્યાર વાગે ઢાંસા બોર્ડર પર પ્રદર્શનકારીઓને સંબોધિત કરવા પહોંચ્યા. દરમિયાન હરિયાણાની એક સ્ટુડન્ટે કંઇક બોલવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ વિદ્યાર્થીનીને માઇક આપવામાં આવ્યું. થોડોક સમય બોલ્યા બાદ છાત્રાએ રાકેશ ટિકૈતને પૂછ્યું કે જો પ્રદર્શનકારી અને સરકાર પોતાના વલણ પર અડગ રહ્યા તો આ પ્રદર્શન ક્યાં સુધી ચાલશે. આવામાં સમસ્યાનું સામાધાન કેવી રીતે થશે તે ચિંતાની વાત છે.

ત્યાર બાદ છાત્રાએ કહ્યું કે લાલ કિલ્લાની ઘટના પાછળ તમે છો કે નહીં તેની મને ખબર નથી, આટલુ કહેતા જ પ્રદર્શનકારીઓએ છાત્રાના હાથમાંથી માઇક લઇને બંધ કરી દીધું. ત્યાર બાદ રાકેશ ટિકૈત સહિત અન્ય પ્રદર્શનકારી વચ્ચે બોલવા લાગ્યા. છાત્રા વારંવાર બોલતી રહી કે મારા સવાલોના જવાબ જરુર મળવા જોઇએ. આજનો યુવા અને ખેડૂત બન્ને પરેશાન છે.