Not Set/ કર્ણાટક પાલિકા ચૂંટણી પરિણામ : કોંગ્રેસ પ્રથમ નંબરે, ભાજપ પાછળ …

કર્ણાટક પાલિકા ચૂંટણી ના પરિણામ આવવાના શરુ થઇ ગયા છે. રાજ્યની 105 પાલિકા સીટોના 2709 વોર્ડ પર પરિણામની ઘોષણા કરી દેવામાં આવી છે. હાલ, સામે આવેલા પરિણામોમાં કોંગ્રેસ ઘણી આગળ છે. હાલ સુધીમાં 2709 વોર્ડમાંથી 2267 વોર્ડના પરિણામો સામે આવ્યા છે. આમાંથી કોંગ્રેસે 846, ભાજપે 788 અને જેડી(એસ) 307 સીટો પર જીત્યું છે. આ ઉપરાંત […]

Top Stories India

કર્ણાટક પાલિકા ચૂંટણી ના પરિણામ આવવાના શરુ થઇ ગયા છે. રાજ્યની 105 પાલિકા સીટોના 2709 વોર્ડ પર પરિણામની ઘોષણા કરી દેવામાં આવી છે. હાલ, સામે આવેલા પરિણામોમાં કોંગ્રેસ ઘણી આગળ છે.

હાલ સુધીમાં 2709 વોર્ડમાંથી 2267 વોર્ડના પરિણામો સામે આવ્યા છે. આમાંથી કોંગ્રેસે 846, ભાજપે 788 અને જેડી(એસ) 307 સીટો પર જીત્યું છે. આ ઉપરાંત 277 સીટો પર અપક્ષ ઉમ્મેદવારોએ જીત દર્જ કરી છે.

વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર કોંગ્રેસ અને જેડી(એસ) એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે. આ જ કારણ છે કે પાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ, ભાજપ અને જેડી(એસ) વચ્ચે ટક્કર છે. જણાવી દઈએ કે 31 ઓગસ્ટે ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.

રાજ્યના 105 શહેરી પાલિકા ક્ષેત્ર પર ચૂંટણી થઇ છે. આમાંથી 29 શહેરી નગરપાલિકાઓ, 53 નગરપાલિકાઓ, 23 નગર પંચાયત અને 135 કોર્પોરેશન વોર્ડ પર પરિણામ આવી રહ્યા છે.

આ બધી સીટોની ચૂંટણી માટે 8,340 ઉમ્મેદવારો હતા. વળી, કોંગ્રેસના 2,306, ભાજપના 2,203 અને જેડી(એસ)ના 1,397 ઉમ્મેદવારો હતા. આ ચૂંટણીમાં EVM નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં પાર્ટીઓએ ઘણા ઉમ્મેદવારોને ટિકિટ આપી નહતી, જેથી તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં અપક્ષ ઉમ્મેદવારોનાં પરિણામ મહત્વના રહેશે.

જણાવી દઈએ કે 2013ની પાલિકા ચૂંટણીઓમાં 4976 સીટોમાંથી કોંગ્રેસ 1960 સીટો જીતી હતી. જયારે ભાજપ અને જેડી(એસ)એ 905 સીટો પર જીત મેળવી હતી. આ ઉપરાંત 1206 સીટો પર અપક્ષ ઉમ્મેદવારોએ જીત મેળવી હતી. આ પરિણામો લોકસભા ચૂંટણી પર કેવી અસર કરે છે, એ જોવું રહ્યું!