America Cancels Visas of Iranians: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી છે. યુએસ સરકારે ઈરાની શાસન અને તેના લશ્કરી સંગઠન IRGC સાથે કનેક્શન ધરાવતા ઓછામાં ઓછા 4 ઈરાની નાગરિકોના ગ્રીન કાર્ડ (Green Card) અને વિઝા (US Visa) તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. આ કાર્યવાહી હેઠળ બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં જ અમેરિકામાંથી હાંકી કાઢવામાં (Deportation) આવશે.
કાસેમ સુલેમાનીના સંબંધીઓ પર તરાપ
યુએસ (America) સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પૂર્વ વડા જનરલ કાસેમ સુલેમાનીના સંબંધી હમીદા સુલેમાની અફશર અને તેમની પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.
કારણ: તપાસમાં બહાર આવ્યું છે કે અફશર સોશિયલ મીડિયા પર ઈરાનના કટ્ટરપંથી શાસન અને IRGC ને ખુલ્લું સમર્થન આપી રહી હતી.
હિસ્ટ્રી: જાન્યુઆરી 2020 માં બગદાદ એરપોર્ટ પર અમેરિકી ડ્રોન હુમલામાં કાસેમ સુલેમાની માર્યો ગયો હતો. હવે તેના પરિવારના સભ્યો જેઓ અમેરિકામાં રહીને અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓ કરે છે, તેમની સામે કાર્યવાહી શરૂ થઈ છે.
Americaના વિદેશ મંત્રી માર્કો રુબિયોનો આદેશ
અમેરિકાના (America) વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અલી લારીજાનીની પુત્રી ફાતિમા આર્દેશિર-લારીજાની અને તેના પતિ સૈયદ કલાન્તર મોતામદીના વિઝા પણ રદ કર્યા છે. ફાતિમાના પિતા અલી લારીજાની ગયા મહિને યુએસ-ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. રિપોર્ટ મુજબ આ દંપતી હાલ અમેરિકા છોડી ચૂક્યું છે.
શા માટે લેવાયો આ કડક નિર્ણય?
ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે જે વ્યક્તિઓ અમેરિકાની (America) ધરતી પર રહીને અમેરિકા વિરોધી માનસિકતા ધરાવે છે અને ઈરાનના લશ્કરી સંગઠનોનું સમર્થન કરે છે, તેમને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સુરક્ષાના કારણોસર લેવાયેલી આ કાર્યવાહી એક સ્પષ્ટ સંકેત છે કે ટ્રમ્પ સરકાર ઈરાન સાથે સંકળાયેલા હિત ધરાવતા લોકો પ્રત્યે જરા પણ નરમ વલણ રાખવાના મૂડમાં નથી.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન



