Rajkot/ ખાદ્ય તેલમાં ફરી ભાવ વધારો ઝીંકાયો, જાણો ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?

પાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ફરી એકવખત મોટો વધારો થયો છે. રાજકોટમાં સીંગતેલમાં 30 રૂપાયા, તો કપાસીયાનાં તેલમાં 20નો ભાવ વધારો ઝીંકાયો છે.

Top Stories Gujarat Rajkot
oil

રાજકોટમાં ગૃહિણીઓને વધુ એક મોંઘવારીનો માર
સીંગતેલ-કપાસિયાતેલ અને ખાદ્ય તેલમાં ભાવ વધારો
સીંગતેલમાં 30, કપાસીયામાં 20નો ભાવ વધારો
સીંગતેલનો ડબ્બો 2370 રૂપિયા પહોંચ્યો
કપાસીયા તેલનો ડબ્બો 2310 રૂપિયા પહોંચ્યો

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોના ખિસ્સાને ડામ દઈ રહ્યા છે. એવામાં હવે ગૃહિણીઓ માટે માઠા વાવડ આવ્યા છે. કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ફરી એકવખત મોટો વધારો થયો છે. રાજકોટમાં સીંગતેલમાં 30 રૂપાયા, તો કપાસીયાનાં તેલમાં 20નો ભાવ વધારો ઝીંકાયો છે.જેને લઈને સીંગતેલનો ડબ્બો 2370 રૂપિયા પહોંચ્યો છે.જ્યારે કપાસીયા તેલનો ડબ્બો 2310 રૂપિયા ભાવે પહોંચ્યો છે.

આપને જણાવી દઈએ કે,અમુક કંપનીઓમાં તો સીંગતેલ કરતા પણ કપાસીયા તેલના ભાવ વધ્યા છે. કપાસના ભાવ આસમાને પહોંચતા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં કપાસીયા તેલનો ભાવ 2310 રૂપિયા પહોંચ્યો છે. સૌથી વધુ લોકો કપાસિયા તેલનો લોકો વપરાશ કરે છે. ખાસ મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે.

આ પણ વાંચો: ભારતમાં 15-18 વર્ષની વયના 2 કરોડ કિશોરોનું રસીકરણ સંપૂર્ણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી માહિતી

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું કારણ કોરોના રસીકરણ અભિયાન છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિતી આપી હતી કે, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 વિરોધ્ધી રસી આપવામાં આવી છે. માંડવિયાએ કહ્યું કે, યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 થી 18 વર્ષની વયજૂથના 70 ટકાથી વધુ લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.