મૃત્યુઆંક/ જૂનાગઢમાં છેલ્લા ત્રણ મહિનામાં મોતના આંકડા ચોકાવનારા

કોરોનાના લીધે છેલ્લા ત્રણ મહિનામાં મોતનો આંકડો ચોકાવનારો

Gujarat
junaghadh જૂનાગઢમાં છેલ્લા ત્રણ મહિનામાં મોતના આંકડા ચોકાવનારા

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ હતી જેના લીધે અનેક લોકોના મોત નિપજ્યાં હતા.જૂનાગઢમાં છેલ્લા  ત્રણ મહિના દરમિયાન 4,805 જેટલા લોકોના મોત થયા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને જન્મ-મરણ શાખામાં દ્વારા જાણ કારી આપવામાં આવી હતી. પાછલા એક વર્ષના મોતના આંકડાની વાત કરીએ તો તેને લઈને વિગતો મળી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા મોતના આંકડાને લઇને ચોક્કસ નીતિ બનાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગત વર્ષના મોતના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા નથી.

 છેલ્લા  માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધ્યો હતો  જેના લીધે અનેક લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે.  ત્રણ મહિનામાં 4,805 જેટલા લોકોના મોત થયા છે. ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. હાલ કોરોનાનું સંક્રમણ ક્રમશ ઘટી રહ્યું છે આવી પરિસ્થિતિમાં હવે મોતના આંકડા પણ ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ગત વર્ષના આંકડાઓ જાહેર કરવાને લઈને અસમર્થતા દાખવી રહ્યી છે શા માટે રાજ્ય સરકાર ગત વર્ષના આંકડાઓ જાહેર કરતી નથી અને આ વર્ષે થયેલા મોતના સાચા આંકડાઓ કેમ જાહેર કરતાં અચકાય રહી છે તેને લઈને હવે ખૂબ મોટું પ્રશ્નાર્થ જોવા મળી રહ્યું છે. અધિકારીઓ સરકારનો સીધો આદેશ માની રહ્યા છે માટે અહીંથી આંકડાઓ મેળવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર મોતના આંકડાને લઇને કોઇ માહિતી બહાર  પાડતી જોવા મળતી નથી. જે અનેક સવાલો  ખડા કરે છે.