રાજકોટ/ રાજકોટ જિલ્લામાં 358 અતીસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ જિલ્લા સહિત રાજ્યની ગ્રામ પંચાયતોની આગામી તા. 19ને રવિવારે યોજાનારી ચુંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી  છે ત્યારે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથો પર મતપેટીઓ અને જરુરી સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે .રાજકોટ જિલ્લાની 441 પૈકીની 413 ગ્રામ પંચાયતો અને 410 સરપંચોની યોજાનારી ચૂંટણી માટે શનિવારે સવારના જ ઓબ્ઝર્વર નિનામા […]

Gujarat Rajkot
Untitled 42 રાજકોટ જિલ્લામાં 358 અતીસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ જિલ્લા સહિત રાજ્યની ગ્રામ પંચાયતોની આગામી તા. 19ને રવિવારે યોજાનારી ચુંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી  છે ત્યારે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથો પર મતપેટીઓ અને જરુરી સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે .રાજકોટ જિલ્લાની 441 પૈકીની 413 ગ્રામ પંચાયતો અને 410 સરપંચોની યોજાનારી ચૂંટણી માટે શનિવારે સવારના જ ઓબ્ઝર્વર નિનામા ગાંધીનગરથી રાજકોટ આવી પહોંચશે॰

જિલ્લાની ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે 964 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ છે જેમાં 358 મતદાન મથકો સંવેદનશીલ અને 61 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે જેના પર ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના 413 ગામોના મતદાન બૂથો પર 1089 મતપેટીઓ મૂકવામાં આવી છે. 144-144 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત 5501 પોલીંગ સ્ટાફ મળી કુલ 5789 કર્મચારીઓને આ ચૂંટણીમાં ફરજ બજાવશે છે જેઓ શનિવારે જ મતદાન મથકો ઉપર પહોંચી જશે.

Untitled 43 રાજકોટ જિલ્લામાં 358 અતીસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના માહોલ ગરમાયો છે. દરમિયાન આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થવા પામેલ છે. ધારણા મુજબ પંચાયતો સમરસ બની નથી. જેના પગલે હવે જિલ્લાના 413 ગામોમાં યોજાનાર પંચાયતોની ચૂંટણીમાં બેઠકો કબજે કરવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રયાસો શરુ કરી દીધા છે.

આ ચૂંટણીની મતગણતરી આગામી તા. ર1નાં તાલુકા મથકો પર વિવિધ 118 હોલમાં કરવામાં આવશે રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં 1155થી વધુ જવાનોનો બંદોબસ્ત નક્કી કરાયો છે. કે, 8ર6 બુથો પર 1155થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. ઉપરાંત જે કર્મચારી-અધિકારી ભરતી પ્રક્રિયામાં ફરજ પર ગયા છે તે પણ ચૂંટણી બંદોબસ્ત માટે પરત ફરશે.