Surat/ ખેડૂત પાસેથી પહેલા 3.66 કરોડ વસૂલ્યા પછી ફરી 4.1 કરોડની ઉઘરાણી કરી!

રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ખાસ ઝૂંબેશ ચલાવી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 89 ખેડૂત પાસેથી પહેલા 3.66 કરોડ વસૂલ્યા પછી ફરી 4.1 કરોડની ઉઘરાણી કરી!

સુરત: રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ખાસ ઝૂંબેશ ચલાવી હતી. આ વચ્ચે ફરી સુરતમાં વ્યાજખોરો ફરી સક્રિય બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી. જેથી વ્યાજ વસુલતી ત્રિપુટી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે.

ધાકધમકી આપી બળજબરી 3.66 કરોડ વસૂલી લીધા હતા.ત્યારબાદ વધુ 4.1 કરોડની માંગણી ચાલુ રાખી હતી. ત્રિપુટીએ મૂળજીભાઈ પટેલ અને તેમના પરિવારના સભ્યોને ધાક ધમકી આપી હતી. હજીરાના મોરા ગામ ખાતેની જમીનનો સાટાખત બળજબરી પૂર્વક લખાવી દીધો હતો. જો રૂપિયા નહીં ચૂકવે તો આખા પરિવારનું સાસણ ગીરના સિંહો પાસે મારણ કરાવી દેવાની ધમકી આપી હતી.ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં ત્રણેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.


આ પણ વાંચો:Metro Court/ ‘ગુજરાતીઓને ઠગ’ કહેવાના નિવેદન મામલે તેજસ્વી યાદવ મેટ્રો કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર

આ પણ વાંચો: Israel Hamas War/ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીના લોકોના પેટમાં લાત મારી, ‘વર્ક પરમિટ’ રદ કરી અને હજારો કામદારોને

આ પણ વાંચો: Rajkot/ ગૃહિણીઓની દિવાળી બગડી! કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં તોતિંગ વધારો