બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, દિયોદર બાદ ડીસા અને પાલનપુરમાં તીડનો આતંક વધ્યો છે.તીડના તરખાટના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.બનાસકાંઠા કલેકટર અને ડીડીઓએ લાખણીના ડેકા ગામે સમગ્ર ટીમ સાથે ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તીડને કંટ્રોલ કરવાની વાત કરી હતી.
બનાસકાંઠાના 7 તાલુકાઓના 46 ગામોમાં રાજસ્થાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાની 18 ટીમો કામે લાગી છે.
તીડના હુમલાથી ઘઉં, એરંડા, બટાટા ખેતીને નુકસાન કરતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.તીડને ભગાડવા માટે રોજ નવતર પ્રયાસો ખેડૂતો કરી રહ્યા છે.તીડના ઝૂંડખેતરોમાં ઉભા પાકને નુક્સાન કરી રહ્યા છે.વાસણ ખખડાવી, ધુમાડો કે ટેપ વગાડીતીડને ભગાડવા માટે ખેડૂતો અવનવા પ્રયાસો કરી રહ્યા છે.
તો બીજી તરફ તીડ કંટ્રોલ વિભાગની પાંચ અને ખેતીવાડી વિભાગની 18 ટીમ કામે લાગી છે.છેલ્લા 10 દિવસથી તીડ નિયંત્રણ માટે તંત્રના પ્રયાસો યથાવત્ છે. જોકે હજુ સુધી તીડથી છૂટકારો મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
