Not Set/ દેશમાં કોરોનાના નવા કેસ છેલ્લા 24 કલાકમાં 40 હજાર,કેરળની સ્થિતિ વિસ્ફોટક

છેલ્લા 24 કલાકમાં કેરળમાં 26,700 કેસ નોંધાયા છે. ઉલ્લેકનીય છે કે કેરળ સરકારે કોવિડ સંબધિત ગાઇડલાઇન કડક રીતે અમલી બનાવી છે. 

Top Stories
Untitled 35 દેશમાં કોરોનાના નવા કેસ છેલ્લા 24 કલાકમાં 40 હજાર,કેરળની સ્થિતિ વિસ્ફોટક

ભારતમાં કોરોનાની સ્થિતમાં વધઘટ થઇ રહી  છે એકદરે પરિસ્થિતિ અંકુશમાં છે પરતું કેરળના લીધે કોરોનાની સ્થિતિ થોડી વિસ્ફોટક જોવા મળે છે, કોરોનાના કેસો સક્રીય જોવા મળી રહ્યા છે ,કેરળમાં કોરોના હજી પણ કંટ્રોલમાં નથી જેના લીધે દેશના કોરોનાના આંકડા વધારે જોવા મળી રહ્યા છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના લીધે સ્થિતિ સામાન્ય બની છે  મહારાષ્ટ્ર અને કેરળમાં હજી સ્થિતિ વિકટ જોવા મળી રહી છે,દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 40,300 નોંધાયા છે .

દેશમાં હાલ કોરોનાને લઇને જન જીવન ફરી પાટા પર ફરી રહ્યું છે ત્યારે કોરોનાના કેસમાં થોડી વધઘટ થઇ રહી છે તે આશિક ચિંતામય છે,ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40,300 નવા સંક્રમણના કેસો નોંધાયા છે, કોરોનાની રિકવરીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ,છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસ 44 હજાર પ્લસ છે.જ્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4 લાખની નીચે જોવા મળી રહી છે ,કોરોનાને લઇને કેન્દ્ર સકરાર સત ચિંતિત છે ,વેક્સિનેશ  કેન્દ્ર  પર ભાર મુક્યો છે, હાલ દેશમાં કોરોનાના વેક્સિન લેવામાં પણ રેકોર્ડ સર્જાયો છે એક જ દિવસમાં 1 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

કોરોનાની સ્થિતિ હાલ કેરળમા ખરાબ છે કોરોનાની બીજી લહેર અહીયા મંદ પડી નથી ,કેસની સ્થિતિ વિસ્ફોટક છે અહીયા કેસ વધી રહ્યા છે, હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોનાને કંટ્રોલ કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ,છેલ્લા 24 કલાકમાં કેરળમાં 26,700 કેસ નોંધાયા છે. ઉલ્લેકનીય છે કે કેરળ સરકારે કોવિડ સંબધિત ગાઇડલાઇન કડક રીતે અમલી બનાવી છે.