Not Set/ વિશ્વવ્યાપી કોરોના રોગચાળાનાં કારણે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આ વર્ષે સૌથી મોટા નુકસાનની વકી

આ વર્ષે વિશ્વવ્યાપી કોરોના રોગચાળાને લીધે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 80% સુધીનો ઘટાડો થઇ શકે છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબ્લ્યૂટીઓ) એ પોતાના અહેવાલમાં આ અંદાજ લગાવ્યો છે. વૈશ્વિક એજન્સીએ જણાવ્યું છે કે, રોગચાળાને કારણે 2020 નાં પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આવકમાં 22 ટકાનો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની આ વિશેષ એજન્સી અનુસાર, કોરોના […]

India
9c9ec5f319128672d61793d8a752208d વિશ્વવ્યાપી કોરોના રોગચાળાનાં કારણે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આ વર્ષે સૌથી મોટા નુકસાનની વકી
9c9ec5f319128672d61793d8a752208d વિશ્વવ્યાપી કોરોના રોગચાળાનાં કારણે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આ વર્ષે સૌથી મોટા નુકસાનની વકી

આ વર્ષે વિશ્વવ્યાપી કોરોના રોગચાળાને લીધે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 80% સુધીનો ઘટાડો થઇ શકે છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબ્લ્યૂટીઓ) એ પોતાના અહેવાલમાં આ અંદાજ લગાવ્યો છે. વૈશ્વિક એજન્સીએ જણાવ્યું છે કે, રોગચાળાને કારણે 2020 નાં પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આવકમાં 22 ટકાનો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની આ વિશેષ એજન્સી અનુસાર, કોરોના વાયરસને લીધે, 2019 ની તુલનામાં વાર્ષિક પર્યટન 60-80 ટકા ઘટી શકે છે. સંસ્થાએ કહ્યું કે આ કારણે 10 થી 12 કરોડ લોકોની આજીવિકા જોખમમાં મુકાઇ છે.

7941a0d377f6e08fa1cdefe39f79ef3a વિશ્વવ્યાપી કોરોના રોગચાળાનાં કારણે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આ વર્ષે સૌથી મોટા નુકસાનની વકી

અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોનાથી એશિયા અને પેસિફિકનાં પર્યટન વ્યવસાયમાં સૌથી વધુ નુકસાન થયું છે. આ પછી, યુરોપને મુશ્કેલી વેઠવી પડી છે. ઉનાળાનાં વેકેશનમાં દર વર્ષે આશરે 3.3 કરોડ લોકો આ પ્રદેશોમાં આવે છે. કોરોના સંકટને લીધે આ વર્ષે સમગ્ર પર્યટન વ્યવસાય સ્થિર બન્યું છે. હવાઈ ​​સેવા બંધ હોવાને કારણે પ્રવાસીઓનું આવવું શક્ય નથી. જણાવી દઇએ કે, દર વર્ષે દેશમાંથી બે કરોડથી વધુ લોકો વિદેશમાં રજા અને ફરવા જાય છે. 10 વર્ષોમાં, આ સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે.

eb32bc535c867e4ed72417c222c2c1be વિશ્વવ્યાપી કોરોના રોગચાળાનાં કારણે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં આ વર્ષે સૌથી મોટા નુકસાનની વકી

કોરોના વાયરસનાં રોગચાળાથી ભારતીય પર્યટન ઉદ્યોગને ખરાબ રીતે અસર થઇ છે. લાંબા ગાળાનાં લોકડાઉનથી આ ક્ષેત્રમાં કામ કરતા 38 મિલિયન લોકોની સામે રોજગારનું સંકટ સર્જાયું છે. એસોચૈમનાં મતે રોગચાળાનાં રૂપમાં ફેલાયેલી આ કોરોનાની અસર હોટલો, ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ઉડ્ડયન, કેટરિંગ, નિર્માણ અને મનોરંજન ક્ષેત્રો પર વધુ પડશે. ઉદ્યોગ સંગઠન અનુસાર, મુસાફરી અને પર્યટન ક્ષેત્રે 2018 માં ભારતનાં જીડીપીમાં 9.2 ટકા હિસ્સો આપ્યો હતો અને 2.67 કરોડ નોકરીઓ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.